• એક્સક્લુઝિવ
  • બાર્ની ચૌધરી

એક “નાના અને વિશેષાધિકૃત” અનામી રેસીસ્ટ જૂથના સતત હુમલા અને યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબની સ્પોન્સરશિપ અને કાનૂની ફીમાં લાખો પાઉન્ડના ખર્ચને રોકવાના સતત પ્રયાસો બાદ બ્રેડફર્ડના લોર્ડ કમલેશ પટેલે કલ્બના આધ્યક્ષ તરીકે રાજીનામુ આપવાનો નિર્ણય લીધો હોવાનું બહાર આવ્યું છે. લોર્ડ પટેલ માર્ચમાં પદ છોડી રહ્યા છે તે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

એક એક્સક્લુસીવ ઈન્ટરવ્યુમાં લોર્ડ કમલેશ પટેલે ઈસ્ટર્ન આઈને જણાવ્યું હતું કે ‘’મારા પરના અવિરત અંગત હુમલાઓથી હું વિચલિત થઈ ગયો હતો અને તેઓ ક્લબને નુકસાન પહોંચાડી રહ્યા હતા. તેથી મને લાગ્યું કે ખુરશી છોડવી એ યોગ્ય બાબત છે. તેઓ પ્રક્રિયાગત અવરોધોથી મને નબળો પાડવાનો પ્રયાસ કરતા હતા. તેઓ સંસ્થાનો હજારો પાઉન્ડનો ખર્ચ કરાવે છે. ક્લબે તેમના સતત PR અભિયાનને કારણે સ્પોન્સરશિપ ગુમાવી હતી. તે ખરેખર શરમની વાત છે. હું કોઈપણ રીતે મીડિયા પાસે જવા માંગતો નથી, પરંતુ પુરાવાઓથી ખૂબ જ સ્પષ્ટ છે કે બે કે ત્રણ મીડિયા આઉટલેટ્સ તે લોકો સિવાય બીજા કોઈનું સાંભળવા તૈયાર ન હતા. અમારી પાસે કામ કરતા લોકોનું એક નાનું જૂથ સ્પષ્ટપણે રેસીસ્ટ હતું. માત્ર મને સોશિયલ મીડિયા પર રેસીસ્ટ પત્રો મોકલાતા હતા, દરરોજ મારા પર હુમલો કરતા હતા.’’

લોર્ડ પટેલે જણાવ્યું હતું કે “જો હું શ્વેત ચેરમેન હોત, તો તેમાંથી કંઈ થયું ન હોત. યોર્કશાયરના મોટાભાગના લોકોએ મેં જે કર્યું છે તેનું સમર્થન કર્યું છે. પરંતુ એક અવાજવાળી, શક્તિશાળી લઘુમતી હજી પણ છે જે મારા પ્રયાસોનો “નાશ કરવા” પર છે. મારી કારકિર્દીમાં પ્રથમ વખત લોકોને સભાન જાતિવાદ અસ્તિત્વમાં છે તે બતાવવા માટે પ્રવાસ પર લઈ જઈ શક્યો નથી. અમે યુવાન લોકો અને બાળકોના ક્રિકેટ સાથે જોડાવા માટે કેટલાક જબરદસ્ત ફેરફારો કર્યા છે. લોકોને ક્લબનો એક્સેસ કરવા અને ટ્રાયલ માટે આવતાં લોકોની સંખ્યામાં છ મહિનાના ગાળામાં 60 ટકાથી વધુનો વધારો અવિશ્વસનીય છે. તે માટે ઘણી મહેનત કરવામાં આવી છે.”

ક્લબના ભૂતપૂર્વ કેપ્ટન અઝીમ રફીકની શક્તિશાળી જુબાની પછી 2021માં, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે હેડિંગલી ખાતે જાતિવાદના દાવાઓની તપાસ કરવા પટેલનો સંપર્ક કર્યો હતો. પીઅર સંમત થયા બાદ તે વર્ષે નવેમ્બરમાં તેની તપાસ શરૂ કરાઇ હતી.

પરંતુ ડિસેમ્બર 2021માં, લોર્ડ પટેલનો કાર્યકાળ શરૂ થયાના અઠવાડિયા પછી ક્રિકેટના ડિરેક્ટર માર્ટીન મોક્સન, મુખ્ય કોચ એન્ડ્ર્યુ ગેલ અને કોચિંગ સ્ટાફના તમામ સભ્યો સહિત 16 લોકોએ યોર્કશાયર ક્લબ છોડી હતી.

પટેલે કહ્યું હતું કે “મેં ભૂતકાળમાં અત્યંત અધમ જાતિવાદનો સામનો કર્યો છે. પરંતુ હવે કહું છું કે આ માત્ર યોર્કશાયરની નહિં આ ક્રિકેટ વાઈડ સમસ્યા છે. હું આશા રાખું છું કે આપણે સ્વતંત્ર ઇક્વિટી કમિશનના અહેવાલમાં તે જોઈશું. આ માત્ર અઝીમ રફીકની વાત નહોતી. સેંકડો લોકોએ મારી પાસે આવી મને કહ્યું છે કે આવું મારા બાળક સાથે અથવા જ્યારે હું યોર્કશાયર કલ્બમાં હતો ત્યારે મારી સાથે આવું બન્યું હતું. અઝીમ જ માત્ર એક બહાદુર હતો જેણે આગળ વધીને યુદ્ધને આગળ ધપાવ્યું છે. અન્ય લોકો માત્ર હાર માની લે છે. પરંતુ આ સમગ્ર ક્રિકેટની રમતમાં છે અને આ એક મોટો મુદ્દો છે. પણ આ લોકો હજુ પણ માને છે કે કંઈ ખોટું નથી.”

લોર્ડ પટેલે કહ્યું હતું કે “ECB દ્વારા એક માળખું અને વાતાવરણ બનાવવા તથા અમે વિશ્વમાં સાબિત કરી શકીએ કે અમને બિન-જાતિવાદી સંસ્થા જોઈએ છે તે બતાવવા મને કામ કરવા માટે કહેવાયું હતું. જ્યાં મેં તે બધું કર્યું હતું. પરંતુ જ્યારે મારા પર તમામ ક્વાર્ટરમાંથી હુમલો કરવામાં આવ્યો ત્યારે ECB નિવેદન આપી શક્યું હોત, મને સમર્થન આપી શક્યું હોત. મેં તેમનું સમર્થન માંગતા એક પછી એક પત્ર મોકલ્યા હતા, પણ તે થયું ન હતું. હવે, જો ભવિષ્યમાં આવું થાય, તો તેઓ બીજા કોઈને આ કામ માટે પ્રોત્સાહિત કરશે નહીં.

પટેલે કહ્યું હતું કે ‘’યોર્કશાયર ક્લબ મને મળી તે કરતાં વધુ સારી સ્થિતિમાં છે અને મારા પાછલા 15-મહિનાઓ એક બીજાથી વિપરીત હતા. જો કે હું ઘણું શીખ્યો છું. પણ હું ક્યારેય રેસ કાર્ડ પર ગયો નથી. ક્યારેક હું ભૂલો કરું છું, પરંતુ હું તેને ઝડપથી સુધારીશ.’’

પટેલે જાહેર કર્યું છે કે વિરામ લેવા અને પરિવાર સાથે સમય પસાર કરવા આ વર્ષે સોશિયલ વર્ક ઈંગ્લેન્ડ અને ચેર, ઈન્ડિપેન્ડન્ટ હેલ્થ પ્રોવાઈડર્સ નેટવર્ક (IHPN) સહિતની વિવિધ ભૂમિકાઓમાંથી રાજીનામું આપશે.

જાતિવાદના આરોપોના કેન્દ્રમાં રહેલા અઝીમ રફીકને તેનાથી આશ્ચર્ય થતું નથી. રફીક કહે છે કે “હું યોર્કશાયરના જૂના ગાર્ડ જ નહીં, પરંતુ ‘ગેમ’ દ્વારા લોર્ડ પટેલ સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું છે તે જોઉં છું. લોર્ડ પટેલે પોતાની કારકિર્દીમાં અને હાઉસ ઓફ લોર્ડ્સમાં 20 વર્ષ સુધી વાસ્તવિક જીવનની સૌથી મોટી સેવાઓ કરી છે. અને તેમની સાથે આ રીતે વર્તન કરવામાં આવ્યું છે.’’

2022માં વાર્ષિક સામાન્ય સભા દરમિયાન એક નાના જૂથે પટેલને ક્લબના અધ્યક્ષ બનતા રોકવા માટે સોશિયલ મીડિયા અને પ્રેસ ઝુંબેશ ચલાવી હતી. પરંતુ કલ્બમાં જ્યારે આગળ વધવું મુશ્કેલ હતું, ત્યારે ECBએ તેનું સમર્થન કર્યું ન હતું. ઇંગ્લેન્ડ અને યોર્કશાયરના ભૂતપૂર્વ ઝડપી બોલર ડેરેન ગોફ હવે ક્રિકેટના કાયમી મેનેજિંગ ડિરેક્ટર છે. વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઓટિસ ગિબ્સનને જાન્યુઆરી 2022માં મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરાયા હતા, જ્યારે સ્ટીફન વોન ક્લબના ચીફ એક્ઝિક્યુટિવ બન્યા હતા.

અમે ટિપ્પણી માટે ECB નો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે ઇનકાર કર્યો છે.

LEAVE A REPLY