ANI Photo)

આંધ્રપ્રદેશ ખાતેના વિશ્વવિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં બુધવાર, 8 જાન્યુઆરીની રાત્રે 9.30 કલાકે વૈંકુઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પર એકાએક નાસભાગ થતાં એક મહિલા સહિત છ લોકોના મોત થયા હતા અને 150થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતાં. આ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુ સહિતના નેતાઓ દુઃખ અને શોક વ્યક્ત કર્યો હતો.

ટિકિટ કાઉન્ટરની પાસે આશરે ચાર હજારથી વધુ શ્રદ્ધાળુઓ લાઈનમાં ઉભાં હતાં. આ દરમિયાન તેમને અન્ય સ્થળે લાઈન કરવાની સૂચના અપાઈ હતી. જેને કારણે લાઈનમાં આગળ ઉભું રહેવાની લ્હાયમાં લોકો દોડવા લાગ્યાં હતાં, જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. અનેક લોકો એકબીજા સાથે અથડાતાં નીચે પટકાયાં હતાં, જેને કારણે તેમનો શ્વાસ રૂંધાઈ ગયો હતો.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ 10 જાન્યુઆરીએ શુભ વૈકુંઠ એકાદશી માટે ટોકનનું વિતરણ કરવા માટે 94 કાઉન્ટર ખોલ્યા હતા.મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ટિકિટ ખરીદવા આવ્યા ત્યારે નાસભાગ મચી ગઈ હતી.

LEAVE A REPLY