શેખર કપૂર – મને આપનો ઇન્ટરવ્યૂ લેવાની તક મળી છે ત્યારે મને ખબર છે કે, લોકો કહેશે, દબાણ (સ્ટ્રેસ) કે તાણથી કેવી રીતે છૂટકારો મેળવવો તેવો પ્રશ્ન મેં કેમ ન કર્યો? સ્ટ્રેસને આપણે કોઇ વ્યાખ્યા આપી શકીએ ખરા?
સદગુરુ – થોડા વર્ષો પૂર્વે હું અમેરિકા ગયો ત્યારે દરેક જગ્યાએ લોકો ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’ની વાત કરતા હતા પરતું મને તે સમજાયું નહીં. મારી સમજ પ્રમાણે આપણે આપણા માટે બહુમૂલ્ય હોય તેવા વસ્તુઓ કે બાબતો – વેપારધંધા, પરિવાર, નાણા, સંપત્તિ બાળકો જેવી બાબતો વિષે જ વિચારતા હોઇએ છીએ અને તે અંગેની વ્યવસ્થા કરતા હોઇએ છીએ. કોઇ તેના દબાણ કે સ્ટ્રેસ વિષે શું વ્યવસ્થાપન કરી શકે? સ્ટ્રેસ જીવનનો ભાગ જ છે તે સમજતાં મને થોડો સમય લાગ્યો.
દબાણ – સ્ટ્રેસ એ જીવનનો ભાગ નથી, તે તો તમારી પોતાની વ્યવસ્થા ગોઠવવાની તમારી ક્ષમતાનો અભાવ છે. તમારા કામના કારણે સ્ટ્રેસ ઉદભવતો નથી. વડાપ્રધાનથી માંડીને પટાવાળા સુધીના સૌ કોઇ દબાણ કે સ્ટ્રેસની ફરિયાદ કરતા હોય છે. કામ કરતા સૌ કોઇ તેમનું કામ કે કાર્યભાર દબાણવાળા છે તેમ કહે છે ત્યારે જેમની પાસે કામ નથી તેવા બેરોજગાર પણ પોતાની સ્થિતિ સ્ટ્રેસપૂર્ણ ગણવે છે. આમ તમે તમારા કામથી દબાણમાં છો ત્યારે હું તમને કામથી મુક્ત કરાવું તો શું તમે ખુશ રહેશો ખરા?
શેખર કપૂર – ના.
સદગુરુ – ‘ના’ તેનો અર્થ એ થયો તમને તમારા કામ – રોજગારનું દબાણ નથી. ખરૂં કે નહીં? તમે તમારા શરીર, મગજ, લાગણી, ઉર્જા, તમારી કેમેસ્ટ્રી સહિત કશાયની વ્યવસ્થા કેવી રીતે ગોઠવવી કે સંભાળવી તે તમે જાણતા નથી. તમે તો માત્ર અકસ્માતે જ કામ કરતા રહો છો. પરિણામે બધું જ સ્ટ્રેસભર્યું બની રહેશે. તમે કારમાં બેસો અને સ્ટીયરીંગ જે દિશામાં વાળો તેનાથી ઊંધી દિશામાં કાર દોડવા લાગે તો તમારા ઉપર દબાણ આવી પડે છે ખરૂં કે નહીં?
શેખર કપૂર – હા.
સદગુરુ – હાલમાં આપણે આવા પ્રકારની યંત્રરચના ચલાવી રહ્યા છીએ. તેના વિષે કાંઇ જ સમજ્યા કર્યા વિના માત્ર અકસ્માતે જ આવું કરીને આપણે જીવનભર અનિશ્ચિતતા સાથેની મુર્ખામી કર્યા કરીને આગળ વધવા મથીએ છીએ. પરિણામે સ્ટ્રેસ અથવા આપણું ધાર્યું નહીં થયાની સ્થિતિ સર્જાતી હોય છે. કોઇ પણ દબાણ તમે જે કામ કરો છો તે અથવા જીવનની પરિસ્થિતિના સ્વરૂપના કારણે દબાણ નથી જન્મતું. તમને તમારી પોતાની વ્યવસ્થાના યોગ્ય સંચાલનની ખબર નહીં હોવાથી દબાણ જન્મતું હોય છે. એક વ્યક્તિ માટેની દબાણભરી સ્થિતિ કે કામનો બોજ બીજા માટે હળવાશ પણ હોઇ શકે અને તેમાંથી આનંદભેર પાર ઉતરતો હોય છે. ખરૂં કે નહીં?
શેખર કપૂર – બિલકુલ સાચું છે.
સદગુરુ – આમ દબાણ કે સ્ટ્રેસ એ બાહ્ય નહીં પરંતુ આંતરિક સ્થિતિ સાથે કામ પાર પાડવાની અસમર્થતતા સંબંધિત છે. આપણે આપણા જીવનના પરિબળો કે વિગતો બદલીએ તેના કારણે આપણા જીવનની ગુણવત્તા બદલાય તેવું નથી, પરંતુ આપણે આપણા જીવનના સંદર્ભમાં જે ફેરફાર કરીએ છીએ તેના કારણે જીવનની ગુણવત્તા બદલાતી હોય છે. કોઇ સુંદર જીવન જીવતું હોય તો તેનો અર્થ તે કાંઇ અલગ કરતો હોય છે તેવું નથી, તે સવારે ઉઠે છે ત્યારે તે પણ શૌચાલયમાં જાય છે, દાંત સાફ કરે છે, સ્નાન પણ કરે છે – તે પણ બીજા બધાના જેવી જ રોજિંદી પ્રવૃત્તિ કરે છે. આમ છતાં તેનું જીવન અદભૂત ચમત્કારિક લાગે છે. તેના જીવનની સુંદરતા પૂર્વાપર સંબંધ કે સંદર્ભ આધારિત હોય છે.
પ્રેમમાં નિષ્ફળ ગયેલા લોકો સાથે આવું બની શકે છે. પ્રેમમાં પડીએ છીએ ત્યારે બધું જ બદલાઇ જાય છે, કારણ કે તેમના જીવનનો સંદર્ભ કે પૂર્વાપર સંબંધ બદલાઇ જતો હોય છે. પરંતુ પ્રેમમાં નિષ્ફળતા મળે છે ત્યારે સંદર્ભ બદલાતા જીવન દુઃખી દુઃખી થવા લાગે છે. આપણે ઇચ્છીએ તેમ આપણા જીવનની સંતુષ્ટિ કે વિગતો કદાચ ના પણ બદલી શકીએ કારણ કે તેના માટે આપણે હયાત કે પ્રવર્તમાન પરિસ્થિતિની મંજૂરી લેવી પડે છે પરંતુ સંદર્ભ કે પૂર્વાપર સંબંધ બદલવાનું તમે ઇચ્છાપૂર્વક કે ઇરાદાપૂર્વક કરતા હો છો. તે માટે તમારે કોઇની મંજૂરી લેવાની હોતી નથી તે બધું તો પરિસ્થિતિજન્ય જ હોય છે.
એક દિવસ એક કામના સ્થળે ત્રણ માણસો કામ કરતા હતા ત્યારે એક માણસ બહારથી આવ્યો અને પહેલા માણસને પૂછ્યું તમે શું કરો છો? પહેલા માણસે ઊંચું જોયું અને જવાબ આપ્યો કે શું તમે અંધ છો. હું પથ્થર કાપું છું તે તમને દેખાતું નથી. બહારથી આવેલા માણસ બીજા માણસ પાસે ગયો અને શું કરો છો? તેવો પ્રશ્ન કર્યો બીજા માણસે ઊંચું જોઇને જવાબ આપ્યો મારા પેટનો ખાડો પૂરવા કામ કરૂં છું. હું અહીંયા આવું છું અને જે કામ કરવા કહે તે કામ કરૂં છું. મારે તો મારા પેટનો ખાડો પૂરવાથી મતલબ છે. હવે પેલો માણસ ત્રીજા માણસ પાસે ગયો અને તમે શું કરો છો? તેવો પ્રશ્ન કર્યો કે તુરંત ત્રીજો માણસ ઊભો થયો અને આનંદભેર જવાબ આપ્યો કે હું અહીંયા સુંદર મંદિર બાંધું છું. આ બધા પણ આ જ કામ કરે છે પરંતુ જે કરે છે તેનો તેમનો અનુભવ અલગ છે.
દરેક માણસ તેના જીવનની પ્રત્યેક ક્ષણે આ ત્રણ જણાં પૈકીના એક જેવું જ કરતો હોઇ શકે, પરંતુ તે જે ભાવ સાથે કામ કરતો હોય તેનાથી તેના જીવનની ગુણવત્તા નક્કી થતી હોય છે, નહીં કે તે વાસ્તવમાં શું કરે છે તેના થકી નક્કી થતું હોય. કોઇ પણ પ્રવૃત્તિ કેટલી જટિલ કે કેટલી સીધીસાદી છે તેનાથી નહીં પરંતુ તમે કયા સંદર્ભથી તે કરો છો તેનાથી જીવનની ગુણવત્તા બદલાય છે
– Isha Foundation