FILE PHOTO (REUTERS Photo)

અમેરિકાના ચૂંટાયેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક જય ભટ્ટાચાર્યને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH)ના ડાયરેક્ટર તરીકે પસંદ કર્યા છે, જે દેશની ટોચની આરોગ્ય સંશોધન અને ભંડોળ સંસ્થા છે.

આ સાથે ભટ્ટાચાર્ય ટોચના વહીવટી પદ માટે ટ્રમ્પ દ્વારા પસંદ થનાર પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા છે.અગાઉ, ટ્રમ્પે ભારતીય-અમેરિકન વિવેક રામાસ્વામીને ટેસ્લાના માલિક એલોન મસ્ક સાથે નવા બનાવેલા સરકારી કાર્યક્ષમતા વિભાગનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યા હતા. જો કે, તે સ્વૈચ્છિક પદ છે અને તેને યુએસ સેનેટ તરફથી પુષ્ટિની જરૂર નથી.

ટ્રમ્પે જાહેરાત કરી હતી કે “હું જય ભટ્ટાચાર્ય, MD, PhDને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવા માટે રોમાંચિત છું. ડૉ. ભટ્ટાચાર્ય રાષ્ટ્રના તબીબી સંશોધનને નિર્દેશિત કરવા અને મહત્વપૂર્ણ શોધો કરવા માટે રોબર્ટ એફ. કેનેડી જુનિયર સાથે સહકારમાં કામ કરશે તથા સ્વાસ્થ્યમાં સુધારો કરશે અને જીવન બચાવશે. તેઓ સાથે મળીને અમેરિકાને ફરીથી સ્વસ્થ બનાવવા માટે સખત મહેનત કરશે.

ટ્રમ્પના જણાવ્યા અનુસાર ભટ્ટાચાર્ય સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હેલ્થ પોલિસીના પ્રોફેસર છે, નેશનલ બ્યુરો ઓફ ઈકોનોમિક રિસર્ચમાં રિસર્ચ એસોસિએટ છે અને સ્ટેનફોર્ડ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક પોલિસી રિસર્ચ, સ્ટેનફોર્ડ ફ્રીમેન સ્પોગલી ઈન્સ્ટિટ્યૂટ અને હૂવર ઈન્સ્ટિટ્યૂટમાં સિનિયર ફેલો છે.

ભટ્ટાચાર્ય ઓક્ટોબર 2020માં સૂચિત લોકડાઉનના વિકલ્પ વિકલ્પ તરીકે ગ્રેટ બેરિંગ્ટન ડિક્લેરેશન સહ-લેખક છે. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમડી અને પીએચડી કર્યું છે.

ટ્રમ્પે રોબર્ટ એફ. કેનેડી જુનિયરની સાથે કામ કરવા માટે આરોગ્ય અને માનવ સેવાના નાયબ પ્રધાન તરીકે જીમ ઓ’નીલની પણ પસંદગી કરી હતી.

LEAVE A REPLY