મુંબઈમાં રવિવાર, 3 ઓક્ટોબરે ત્રીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે 25 રને વિજય મેળવીને ભારતને પ્રથમ વખત ઘરઆંગણે 3-0થી શરમજનક વ્હાઈટવોશ આપ્યો હતો. આની સાથે ન્યૂઝીલેન્ડ ભારતમાં 3-0થી ટેસ્ટ શ્રેણી જીતનારી પ્રથમ ટીમ બની હતી. કિવી ટીમે પહેલીવાર ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી.
ભારતને ત્રીજી ટેસ્ટમાં વિજય માટે માત્ર 147 રન કરવાના હતાં, પરંતુ ભારતની ટીમ 121 રનમાં ઓલઆઉટ થઈ હતી. રવિન્દ્ર જાડેજાના બોલિંગ આક્રમણથી ત્રીજા દિવસે ભારતે પ્રથમ સેશનની શરૂઆતમાં 174 રનમાં ન્યુઝીલેન્ડને આઉટ કરી દીધું હતું. જોકે ભારતની ટીમે વધુ એક વખત બેટિંગ ધબકડો વાળ્યો હતો. એજાઝ પટેલની આગેવાની હેઠળના કિવી સ્પિનરોએ ભારતીય બેટિંગ લાઇન-અપને તોડી નાંખી હતી. એજાઝ પટેલે પ્રથમ દાવમાં પાંચ વિકેટ લીધી હતી અને બીજી ઇનિંગમાં વધુ છ વિકેટ લીધી હતી. મેચમાં તેને કુલ 11 વિકેટ લીધી હતી.
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 235 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત પાસે 28 રનની લીડ હતી. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડનો બીજો દાવ 174 રન પર સમેટાઈ ગયો હતો. ભારતને 147 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ટીમ 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
બીજી ઇનિંગમાં ભારત તરફથી એકમાત્ર ઋષભ પંતે 64 રનનો લડાયક ઇનિંગ રમી હતી. રોહિત શર્મા 11 અને વિરાટ હોકલી એક રનમાં આઉટ થયા હતા. યશસ્વી જયસ્વાલે 2, શુભમન ગિલે એક, સરફરાસ ખાને 1, રવિન્દ્ર જાડેએ 6 રન અને વોશિંગ્ટન સુંદરે 12 રન બનાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી એજાજ પટેલે 57 રન આપીને 6 વિકેટ લીધી હતી, જ્યારે ગ્લેન ફિલિપ્સે 42 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.