2024.AP/PTI(PTI06_22_2024_000378B)

ટી-20 વર્લ્ડકપની સુપર-8ની શનિવાર, 22 જૂને રમાયેલી મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 50 રને વિજય મેળવીને સેમિફાઇનલમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત કર્યું હતું. સુપર એઇટમાં આ ભારતનો બીજો વિજય હતો. ભારતે 196 રન બનાવ્યા હતા. સોમવારે સેન્ટ લુસિયામાં તેમની અંતિમ સુપર 8 મેચમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયામાં થશે, જે અત્યાર સુધીની બે અજેય ટીમો છે.

ભારત તરફથી વિરાટ કોહલીએ 28 બોલમાં 37, શિવમ દુબેએ 24 બોલમાં 34 અને હાર્દિક પંડ્યા 27 બોલમાં 50 રન ફટકાર્યા હતા. આ મેદાન પરનો આ અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર હતો.

જોકે બાંગ્લાદેશ રન-ચેઝમાં ભારતને ક્યારેય પડકારી શક્યું ન હતું અને 20 ઓવરમાં 146/8 સમેટાયું હતું. સુપર 8માં તેની બીજી સતત હાર હતી.ટી 20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. જે બાદ આજે બાંગ્લાદેશ સામે જીતથી ભારતની સેમીફાઇનલમાં જગ્યા ફાઇનલ થઈ ગઈ છે.

LEAVE A REPLY