ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 81 બેઠકો પર આજે સવારે મત ગણતરી શરૂ થઇ હતી. જેમાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) ગઠબંધન ફરી એક વાર બહુમતનો આંકડો પાર કર્યો હતો. ત્યાં ભાજપ ગઠબંધન 23 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ-JMMનું ગઠબંધન 57 બેઠકો પર આગળ છે. જોકે ચૂંટણી પંચના વલણો અનુસાર JMMની આગેવાની હેઠળનું મહાગઠબંધન રાજ્યમાં બહુમતીના આંકને પાર કરી ગયું છે, જે હાલમાં 81માંથી 51 બેઠકો પર આગળ છે. રાજ્યના કોંગ્રેસના પ્રભારી ગુલામ અહેમદ મીર, રાજ્યના પક્ષના નિરીક્ષકો તારિક અનવર, મલ્લુ ભટ્ટી વિક્રમાર્કા અને કૃષ્ણા અલ્લાવુરુ અને ભૂતપૂર્વ રાજ્ય કોંગ્રેસના વડા રાજેશ ઠાકુરે રાંચીમાં બેઠક યોજી હતી. ઝારખંડની જે બેઠકો પર દેશની નજર છે તેમાં મુખ્ય પ્રધાન હેમંત સોરેનની બારહેત, તેમની પત્ની કલ્પના સોરેનની ગાંડેય, ભાજપના નેતા અમર કુમાર બૌરીની ચંદનકિયારી વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ સિવાય અગ્રણી ઉમેદવારોમાં ધનવરમાં બાબુલાલ મરાંડી અને નાલામાં JMMના રવીન્દ્ર નાથ મહતોનો સમાવેશ થાય છે. અહીં હેમંત સોરેન ફરીથી મુખ્ય પ્રધાન પદ સંભાળે તેવી પ્રબળ સંભાવના છે.