જૈન મુનિ તરુણ સાગરની મજાક ઉડાવવા બદલ રાજકીય વિશ્લેષક તેહસીન પૂનાવાલાને રૂ.10 લાખનો દંડ ફટકારવાનો આદેશ રદ કરતાં સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે અદાલતોએ નૈતિક પોલીસિંગ કરવાની જરૂર નથી. પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે પૂનાવાલા અને સંગીતકાર-ગાયક વિશાલ દદલાણી દરેકને રૂ.10 લાખની પેનલ્ટી ફટકારી હતી.
ન્યાયાધીશ અભય એસ કે અને ઉજ્જલ ભુયાનની બંનેલી ખંઠપીઠે હાઈકોર્ટના 2019ના આદેશને રદ કર્યો હતો જેમાં પૂનાવાલા અને સંગીતકાર-ગાયક વિશાલ દદલાણીને ખર્ચ ચૂકવવાનો આદેશ અપાયો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અપીલકર્તાએ ચોક્કસ ધર્મના મુનિની ટીકા કરી તે હકીકતથી હાઇકોર્ટ પ્રભાવિત થઈ હતી. આ કેવા પ્રકારનો આદેશ છે? પેનલ્ટી લાદવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. કોર્ટે અપીલકર્તાઓને નિર્દોષ જાહેર કર્યા હતાં અને પેનલ્ટી પણ લાદી હતી. અદાલતોએ નૈતિક પોલીસિંગ કરવાનું નથી.
પૂનાવાલાએ હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે દદલાણી અને પૂનાવાલાને તેમની સામેની એફઆઈઆર રદ કરાવવા માટે 10-10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે એવી પણ ટીપ્પણી કરી હતી કે કોઇ ધાર્મિક વડાઓની મજાક ન ઉડાવે તે માટે પેનલ્ટી ફટકારવામાં આવી હતી.
