સુપ્રીમ કોર્ટે ગુરુવાર, 7 નવેમ્બરે તેની અસાધારણ બંધારણીય સત્તાઓનો ઉપયોગ કર્યો કરીને બંધ પડેલી એરલાઇન જેટ એરવેઝને ફરી બેઠી કરવાની યોજનાને ફગાવી દઇને તેની સંપત્તિનું વેચાણ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સફળ બિડર જાલાન કાલરોક કન્સોર્ટિયમે જમા કરેલા રૂ.200 કરોડ જપ્ત કરવાનો તથા અને SBIની આગેવાની હેઠળના ધિરાણકર્તાઓને રૂ.150 કરોડની બેંક ગેરંટી એનકેશ કરવાની મંજૂરી આપી આપી હતી. આનો અર્થ એવો થાય છે કે આ એરલાઇન હવે કાયમ માટે બંધ થઈ શકે છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ તથા જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંઠપીઠે જેટ એરવેઝના રિઝોલ્યુશન પ્લાનને સમર્થન આપતા નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના નિર્ણયને રદ કર્યો હતો. નાદારીની કોર્ટ NCLATમાં જાલાન કાલરોક કન્સોર્ટિયમ (JKC)ને રિઝોલ્યુશન પ્લાન રજૂ કર્યો હતો અને તેને NCLATએ મંજૂરી આપી હતી. પરંતુ પ્લાન મુજબ પાંચ વર્ષ પછી પણ આ કોન્સોર્ટિયમ નાણા જમા કરવી શક્યું ન હતું.
NCLATના નિર્ણય સામે SBI અને અન્ય લેણદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે એર કેરિયરનું લિક્વિડેશન લેણદારો, કામદારો અને અન્ય હિતધારકોના હિતમાં છે.
NCLATએ 12 માર્ચે ગ્રાઉન્ડેડ એર કેરિયરના રિઝોલ્યુશન પ્લાનને માન્ય રાખીને તેની માલિકી JKCને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી. SBI, પંજાબ નેશનલ બેંક (PNB) અને JC ફ્લાવર્સ એસેટ રિકન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડે NCLATના ચુકાદાને પડકાર્યો હતો.
રિઝોલ્યુશન પ્લાન મુજબ જાલાન કાલરોક કન્સોર્ટિયમ રૂ.350 કરોડની પ્રારંભિક રકમ જમા કરી શક્યું ન હતું. આ કોન્સોર્ટિયમે કુલ રૂ.4,783 કરોડ જમા કરવાના હતા.
નાણાકીય મુશ્કેલીને કારણે જેટ એરવેઝને એપ્રિલ 2019માં બંધ થઈ ગઈ હતી. બે વર્ષ પછી સંયુક્ત આરબ અમીરાત સ્થિત બિન-નિવાસી ભારતીય મુરારી લાલ અને ફ્લોરિયન ફ્રિશના એક કન્સોર્ટિયમે તેની માલિકી મેળવવા બિડ કરી હતી.