જૂનાગઢમાં 26 જાન્યુઆરીએ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. વાયુદળના બે હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ધ્વજને સલામી બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડનું નિરીક્ષણ કર્યુ હતું. આઝાદીની કાળના મહત્વપૂર્વ સ્થળ એવા જૂનાગઢ ખાતે વિવિધ ૨૫ પ્લાટૂનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપી હતી.

શૌર્યની ભૂમિ પર ભારતીય તટ રક્ષક દળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, મધ્યપ્રદેશ રાજ્ય પોલીસ, ચેતક કમાન્ડો ફોર્સ-ગાંધીનગર, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, SRP જૂથ-૮ ગોંડલ, SRP જૂથ ૨૧ બાલાનીવાવ, ગુજરાત જેલ વિભાગ, પોરબંદર જિલ્લા પોલીસ, ગીર સોમનાથ જિલ્લા પોલીસ, અમરેલી જિલ્લા પોલીસ, ભાવનગર જિલ્લા પોલીસ, રાજકોટ શહેર મહિલા પોલીસ, જૂનાગઢ જિલ્લા પોલીસ-મહિલા, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ- મહિલા, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ, જૂનાગઢ હોમગાર્ડસ, જૂનાગઢ ગ્રામ્ય રક્ષક દળ(GRD), NSS શિક્ષણ વિભાગ મહિલા પ્લાટૂન, જૂનાગઢ જિલ્લા NCC, જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ(SPC), એસ.આર.પી. બ્રાસબેન્ડ, ગુજરાત અશ્વદળ, ગુજરાત શ્વાનદળની પ્લાટૂને પરેડ રજૂ કરી હતી, જેણે અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ગાંધીનગર એ.એસ.પી. અને પરેડ કમાન્ડર શ્રી વિવેક ભેડાના નેતૃત્વમાં સમગ્ર પરેડ રજૂ કરવામાં આવી હતી.

આજની પરેડમાં મહિલા શક્તિના પણ દર્શન થયા હતા. જૂનાગઢ જિલ્લા પોલીસ, રાજકોટ શહેર પોલીસ, રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ, ગુજરાત વન વિભાગની મહિલા પ્લાટૂન અને એન.એસ.એસ.ની વિદ્યાર્થીઓની ટીમે જુસ્સાભેર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપરાંત ૨૦ જેટલી મહિલાઓ બેન્ડમાં ભાગ લીધો હતો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની ૧૫ જેટલી વિદ્યાર્થિનીઓ પણ જુસ્સા સાથે કાર્યક્રમમાં જોડાઈ હતી.

LEAVE A REPLY