કોરોનાના કેસોમાં વધારાને પગલે જામનગર જિલ્લાના આશરે 100 ગામોમાં 30 એપ્રિલ સુધી સ્વયંભૂ લોકડાઉન પાળવામાં આવશે. જામનગર જિલ્લાના ધ્રોલ ટાઉનમાં સાત દિવસ માટેના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત થઈ હતી. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં શુક્રવારથી ત્રણ દિવસ માટે લોકડાઉનની પણ જાહેરાત કરી હતી.

ધ્રોલમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સાત દિવસ માટેના આંશિક લોક ડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. તેનાથી ૧૮ એપ્રિલ સુધી ધ્રોલમાં તમામ વેપાર ધંધાઓ બંધ રહેશે.

જામનગર તાલુકાના આસપાસના જુદા જુદા ૧૦૦ જેટલા ગામોના સરપંચ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અનાજ કરીયાણાની દુકાને સવારે ૬થી ૧૦ અને સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં દૂધ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.