
કોરોના વાઇરસના કેસોમાં ફરી વધારાને કારણે જર્મનીએ 20 ડિસેમ્બર સુધી આંશિક લોકડાઉન વધારી દીધું છે. સોશિયલ કોન્ટેક્ટને સંબંધિત નિયંત્રણો પણ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવે તેવી ધારણા છે.
ફેડરલ સ્ટેટના મિનિસ્ટર-પ્રેસિડેન્ટની સાથેની મીટિંગ પછી વર્ચ્યુઅલ પ્રેસ-કોન્ફરન્સમાં ચાન્સેલર એન્જેલા મર્કેલે આ માહિતી આપી છે. જર્મનીમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 983,312 કેસ નોંધાયા છે અને આશરે 15,000 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું હતું કે કોરોનાના નવા કેસમાં ઘટાડો ન થાય તો અમે પ્રતિબંધોને જાન્યુઆરી સુધી લંબાવીશું.
