છૂટાછેડાના ચુકાદામાં યુકેના અપીલ જજીસે શરિયા લગ્નને નકારી કાઢ્યા

0
1022

કોર્ટના અપીલ જજીસે એક ચુકાદામાં શરિયા લગ્નોને ઇંગ્લીશ કાયદા હેઠળ માન્યતા આપવામાં આવતી નથી તેમ જાહેર કરતા આવા લગ્નથી જોડાયેલી મુસ્લિમ મહિલાઓ “કાનૂની અવઢવ”માં મૂકાઇ ગઇ છે એમ ઝુંબેશકારોએ જણાવ્યું હતું. અપીલ કોર્ટે કહ્યું હતુ કે નિકાહ એટલે કે મુસ્લિમ લગ્ન કરારને લાયક કહી શકાય નહિ. ત્રણે ન્યાયાધીશોએ કહ્યું હતુ કે લગ્ન ફક્ત ત્યારે જ કાયદેસર રીતે માન્ય બનશે જો “ક્વોલિફાઇંગ સમારોહ” થયો હશે. એટર્ની-જનરલ દ્વારા પડકારવામાં આવ્યા પછી આ ચુકાદાએ 2018ના હાઇકોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો હતો.

હાઈકોર્ટના જસ્ટીસ વિલિયમ્સે પણ આવો જ અભિપ્રાય આપ્યો હતો. અપીલ જજે ચુકાદો આપ્યો હતો કે નસીરીન અખ્તર, જેઓ વકીલ છે અને બિઝનેસમેન મોહમ્મદ શાબાઝ ખાન સાથેના 18 વર્ષના લગ્નજીવન પછી તે તૂટી ગયા છે, જેને તેઓ ડીક્રી ઑફ નલીટી એટલે કે તે લગ્ન ક્યારેય અસ્તિત્વમાં જ નહતા એમ માને છે.

આ ચૂકાદાનો અર્થ એવો થાય છે કે સુશ્રી અખ્તર કાર્ટના નિર્ણયને આધિન તેની નાણાકીય જોગવાઈઓ અંગે નિર્ણય લેવાની હકદાર હતી. જસ્ટીસ વિલિયમના ચુકાદાને પલટાવતા અપીલ કોર્ટે શોધી કાઢ્યું હતું કે “લગ્નનો કોઈ સમારોહ ન થયો હોય તો તેવા સંજોગોમાં લગ્ન ક્યારેય અસ્તિત્વમાં જ નહતા તેવો હુકમ કરી શકાય છે”. દેશની સૌથી વરિષ્ઠ સિવીલ કોર્ટના માસ્ટર ઑફ રોલ્સ સર ટેરેન્સ ઇથરટોને કહ્યું હતું કે, નિકાહ – એક મુસ્લિમ લગ્ન કરાર “બિન-લાયક” એટલે કે નોન ક્વોલિફાઇંગ સમારંભ હતો.

ચાર સંતાન ધરાવતા નસીરીન અખ્તર અને શાબાઝ ખાને 1998માં નિકાહ કર્યા હતા અને પછીથી સિવિલ મેરેજ કરવાનો ઇરાદો હતો, પરંતુ તે થયા નહતા. પરંતુ જ્યારે લગ્ન તૂટી પડ્યા ત્યારે શ્રીમતી અખ્તરે છૂટાછેડાની માંગ કરી હતી અને દાવો કર્યો હતો કે ધાર્મિક સમારોહમાં તેમને માન્ય લગ્ન થયા છે, પરંતુ ખાને દલીલ કરી હતી કે તેમના લગ્ન ફક્ત ઇસ્લામીક કાયદા હેઠળ જ લગ્ન થયાં છે.

અપીલ કોર્ટમાં, સર ટેરેન્સે કહ્યું હતુ કે “બન્ને પક્ષોઓ ઇંગ્લીશ કાયદાની જોગવાઈઓ હેઠળ લગ્ન કર્યા ન હતા. તે સમારોહ રજિસ્ટર્ડ બિલ્ડિંગમાં કરવામાં આવ્યો ન હતો અને સુપ્રિટેન્ડન્ટ રજિસ્ટ્રારને પણ કોઈ સૂચના આપવામાં આવી ન હતી કે ન તો કોઈ મેરેજ સર્ટીફિકેટ આપવામાં આવ્યું અને સમારોહમાં કોઈ રજિસ્ટ્રાર અથવા અધિકૃત વ્યક્તિ પણ હાજર ન હતો. તેઓ જાણતા હતા કે આ લગ્નની “કાયદેસરની અસર નથી” અને તેમણે માન્ય લગ્ન કરવાની જરૂર રહેશે.

જોન્સે કહ્યું હતું કે શરિયા છૂટાછેડામાં લાંબો વિલંબ થાય છે અને ઇંગ્લીશ કાયદા હેઠળ “સ્ત્રીઓને સમાન નાણાકીય સંરક્ષણ આપતો નથી”.