ભારત અને જાપાનની શિખર મંત્રણા પહેલા જાપાનના આર્થિક વેપાર અને ઉદ્યોગ મંત્રાલયે ચીનથી ભારત જતી કંપનીઓને વિવિધ પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. જાપાને જણાવ્યું હતું કે તે ચીનમાંથી શિફ્ટ થતી જાપાનની મેન્યુફેક્ચરિંગ કંપનીઓને સબસિડી આપે છે. આવી સબસિડી એશિયાના કેટલાંક દેશોમાં જતી કંપનીઓને મળે છે. એશિયાના આવા દેશોની યાદીમાં જાપાન હવે ભારત અને બંગલાદેશનો પણ સમાવેશ કરશે.
ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ વિશ્વસનીય સપ્લાય ચેઇનનું નિર્માણ કરવા સહકારમાં વધારો કરવાનો નિર્ણય કર્યા બાદ જાપાનના મંત્રાલયે આ જાહેરાત કરી છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે 10 સપ્ટેમ્બરે વર્ચુઅલ શિખર મંત્રણા કરશે. બંને દેસો એક્વિઝિશન એન્ડ ક્રોસ સર્વિસિસ સમજૂતી કરે તેવી શક્યતા છે. તેનાથી બંને દેશોની મિલિટરી સર્વિસિસ લોજિસ્ટિક્સ સહિતની બાબતોમાં આદાનપ્રદાન કરી શકશે