(ANI Photo/Sansad TV)

ભારતના ચૂંટણી પંચે મંગળવારે ચાર રાજ્યોમાં રાજ્યસભાની ખાલી પડેલી છ બેઠકો માટે 20 ડિસેમ્બરે પેટાચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી. મતગણતરી પણ 20 ડિસેમ્બરે થશે. આ રાજ્યમાં આંધ્રપ્રદેશ, ઓડિસા, પશ્ચિમ બંગાળ અને હરિયાણાનો સમાવેશ થાય છે. હાલમાં વિધાનસભા ચૂંટણી બાદ આંધ્રપ્રદેશમાં તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી) અને ઓડિસામાં ભાજપનો રાજ્યસભા પેટાચૂંટણીમાં દબદબો રહેશે.

આંધ્રપ્રદેશમાં જગન રેડ્ડીની પાર્ટી YSR કોંગ્રેસના સભ્ય વેંકટરમણ રાવ મોપીદેવી, બીડા મસ્તાન રાવ યાદવ અને રયાગા કૃષ્ણૈયાએ ઓગસ્ટમાં રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું. રાજ્યસભા સભ્ય તરીકે યાદવ અને કૃષ્ણૈયાનો કાર્યકાળ 21 જૂન, 2028એ સમાપ્ત થવાનો હતો, જ્યારે મોપીદેવી 21 જૂન, 2026એ સેવાનિવૃત્ત થવાના હતા.
ઓડિસામાં સુજીત કુમારે પોતાની બેઠક છોડી દેતા જગ્યા ખાલી પડી છે. તેમને બીજૂ જનતા દળે સસ્પેન્ડ કર્યા હતા. તૃણમૂલ કોંગ્રેસની જવાહર સરકારે કોલકાતામાં એક મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું.હરિયાણામાં ભાજપના કૃષ્ણલાલ પંવાર હાલમાં જ વિધાનસભા ચૂંટણીમાં જીત્યા હતા, તેથી હરિયાણામાં રાજ્યસભાની પોતાની બેઠક છોડી દીધી હતી.

LEAVE A REPLY