પ્રતિકાત્મક તસવીર (istockphoto)

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના અધિકારીઓએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની તપાસ કરવા માટે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં ગુરુદ્વારાની મુલાકાત લેવાનું ચાલુ કર્યું હતું. ટ્રમ્પ સરકારની આ કાર્યવાહીની અંગે કેટલાંક શીખ સંગઠનોએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

શીખ અલગતાવાદીઓ ન્યૂયોર્ક અને ન્યુ જર્સીના કેટલાંક ગુરુદ્વારાનો ગેરકાયદે ઇમિગ્રન્ટને રાખવાના હબ તરીકે ઉપયોગ કરતા હોવાનું માનવામાં આવે છે.

સંવેદનશીલ વિસ્તારોમાં ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) અને કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)ની કાર્યવાહીની સીમિત કરતી અગાઉની બાઇડન સરકારની માર્ગરેખાને  હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી બેન્જામિન હફમેને એક આદેશ જારી કરીને રદ કરી હતી. આ “સંવેદનશીલ” વિસ્તારોમાં ગુરુદ્વારા અને ચર્ચ જેવા ધર્મસ્થાનોનો સમાવેશ થાય છે.

હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુનેગારો હવે ધરપકડ ટાળવા માટે અમેરિકાની શાળાઓ અને ચર્ચોમાં છુપાઈ શકશે નહીં. ટ્રમ્પ વહીવટીતંત્ર તેના બહાદુર અધિકારીઓના હાથ બાંધશે નહીં.

એક નિવેદનમાં શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડ (SALDF)એ જણાવ્યું હતું કે નીતિમાં આ પરિવર્તનની સાથે જ DHS એજન્ટોના ન્યુયોર્ક અને ન્યુ જર્સી વિસ્તારોમાં ગુરુદ્વારાની લેતા હોવાના સમુદાયમાંથી રીપોર્ટ મળ્યાં છે. SALDEFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કિરણ કૌર ગિલે જણાવ્યું હતું કે સંવેદનશીલ વિસ્તારો માટે સુરક્ષાને દૂર કરવાના અને પછી ગુરુદ્વારા જેવા પૂજા સ્થાનોને નિશાન બનાવવાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના નિર્ણયથી અમે ખૂબ જ ચિંતિત છીએ.ગુરુદ્વારા માત્ર પૂજા સ્થાનો નથી, પરંતુ મહત્વપૂર્ણ સમુદાય કેન્દ્રો  પણ છે જે શીખો અને તમામ સમુદાયને ટેકો, પોષણ અને આધ્યાત્મિક આશ્વાસન આપે છે.

શીખ ગઠબંધનએ જણાવ્યું હતું કે “સંરક્ષિત વિસ્તારો અંગેની DHS નીતિને રદ કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયથી ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એજન્ટો માટે ગુરુદ્વારામાં સર્વેલન્સ, તપાસ, ધરપકડ અને દરોડા પાડવાનો માર્ગ મોકળો થયો છે.

LEAVE A REPLY