ગુજરાત હાઇકોર્ટની તમામ ૨૨ કોર્ટ સાતમી જૂનથી ઓનલાઇન ધોરણે કાર્યરત થઇને ઓનલાઇન સુનાવણી કરશે. કોરોનાના કારણે એપ્રિલની શરુઆતમાં હાઇકોર્ટે તમામ કોર્ટોની ઓનલાઇન સુનાવણી બંધ કરી હતી અને બેન્ચની સંખ્યા ઘટાડીને પાંચ કે છ સુધી કરી હતી, અત્યારે વેકેશનના કારણે બે કોર્ટ જ કાર્યરત છે. જેથી સાતમીથી તમામ કોર્ટમાં ઓનલાઇન સુનાવણી હાથ ધરવાનો પરિપત્ર મંગળવારે જારી કરવામાં આવ્યો છે. હાઇકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીમાં વિચારણા બાદ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ દ્વારા નિર્ણય લેવાયો છે કે 7 જૂનથી હાઇકોર્ટની તમામ ૨૨ કોર્ટ ઓનલાઇન સુનાવણી હાથ ધરશે.