ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારાની સાથે ક્વોરેન્ટાઇન હેઠળની વ્યક્તિઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. સોમવારની સવાર સુધીમાં રાજ્યમાં હાલમાં 7.35 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. અમદાવાદમાંથી સૌથી વધુ 4,48,154 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. ગુજરાતમાં એક જ સપ્તાહમાં ક્વોરેન્ટાઇન હેઠળ વ્યક્તિઓની સંખ્યામાં 2.36 લાખનો વધારો થયો છે.
એક સપ્તાહ અગાઉ 30 ઓગસ્ટના 4,99,903 હેઠળ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ હતી. જેમાંથી 4,99,932 વ્યક્તિ હોમ ક્વોરેન્ટાઇ હતી. પરંતુ સપ્ટેમ્બર માસના પ્રારંભ સાથે દૈનિક 1,300થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે ત્યારથી ક્વોરેન્ટાઇન હેઠળની વ્યક્તિઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. 6 સપ્ટેમ્બર પ્રમાણે ગુજરાતમાં 7,33,790 હોમ ક્વોરેન્ટાઇન જ્યારે 2,162 ફેસિલિટી ક્વોરેન્ટાઇન સાથે કુલ 7,35,952 વ્યક્તિઓ ક્વોરેન્ટાઇન હેઠળ હતી. સુરતમાંથી 42,847, નવસારીમાં 20,098, ગાંધીનગરમાંથી 19,213, જામનગરમાંથી 14,600 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.