ગુજરાતમાં સાત નવી ખાનગી યુનિવર્સિટીને સરકારે મંજૂરી આપી છે . આ નવી ખાનગી યુનિવર્સિટીઓ સાથે હવે રાજ્યમાં કુલ બાવન ખાનગી યુનિ.ઓ થશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપવા માટે ૨૦૦૯માં ખાનગી યુનિ.એક્ટ તૈયાર કરી વિધાનસભામાં પસાર કરવામા આવ્યો હતો.
આ વર્ષે રાજ્યમાંથી સાત સંસ્થાઓએ ખાનગી યુનિ.ઓ માટે અરજી કરી હતી. જેમાં સરકારે તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ સાત સંસ્થાઓને ખાનગી યુનિ.ની મંજૂરી આપી છે. જેમાં સુરતની સાર્વજનિક યુનિવર્સિટી, સુરતની વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી,વડોદરાની ડૉ.કિરણ એન્ડ પલ્લવી ગ્લોબલ યુનિવર્સિટી, વઢવાણ ખાતેની સુરેન્દ્રનગર યુનિવર્સિટી, ભરુચની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી, રાજકોટ જિલ્લામાં દર્શન યુનિવર્સિટી અને અમદાવાદ જિલ્લામાં મોનાર્ક યુનિ.ને મંજૂરી આપવામા આવી છે.