4% increase in dearness allowance of central employees pensioners
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA)માં બે થી છ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. મોંઘવારીમાં વધારાનો લાભ 7મા અને 6ઠ્ઠા પગાર પંચના હેઠળના કર્મચારીઓને મળશે.

કેબિનેટની બેઠક દરમિયાન ભૂપેન્દ્ર પટેલે 7મા પગાર પંચ હેઠળના કર્મચારીઓ માટે બે ટકાનો વધારો અને 6ઠ્ઠા પગાર પંચ હેઠળ લાભ મેળવતા કર્મચારીઓ માટે DAમાં 6 ટકાનો વધારો મંજૂર કર્યો હતો.

કેન્દ્ર સરકાર તાજેતરમાં તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા પછી રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો હતો. આ નિર્ણયથી લગભગ ૪.૭૮ લાખ કર્મચારીઓ અને ૪.૮૧ લાખ પેન્શનરોને ફાયદો થશે.આ વધારો ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી અમલમાં આવશે, તેથી રાજ્ય સરકાર જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના એરિયર્સની એપ્રિલ મહિનાના પગાર સાથે એક જ હપ્તામાં ચૂકવણી કરશે.

LEAVE A REPLY