ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં બુધવારે નજીવો ઘટાડો થયો હતો અને કેસની સંખ્યા 13,000ની નીચે નોંધાઈ હતી. સરકારે બુધવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 12,955 નવા કેસ નોંધાયા હતા. આની સામે 12,995 દર્દીઓ સાજા થયા હતી. છેલ્લા 24 કલાકમાં 133 લોકોના મોત થયા હતા.
સરકારના ડેટા મુજબ ગુજરાતમાં 1,48,124 એક્ટિવ કેસ છે, જેમાં 792 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1,47,332 દર્દીઓની તબિયત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,77,391 દર્દીઓએ કોરોનાને પરાજય આપ્યો છે. જ્યારે અત્યાર સુધી કુલ 7,912 દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં રિકવરી રેટ વધીને 75.37 ટકા થયો છે. રાજ્યમાં સૌથી વધારે અસરગ્રસ્ત અમદાવાદમાં બુધવારે કોવિડ-19ના 4,174 નવા કેસ નોંધાયા હતા, જેની સામે 5,049 દર્દીઓ સાજા થયા છે તથા 22 લોકોના મોત થયા હતા.
સુરત શહેરમાં 1,168 નવા કેસ સામે આવ્યા હતા અને 2,019 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા હતા. સુરત શહેરમાં 8 લોકોએ કોવિડના કારણે પોતાના જીવ ગુમાવ્યા હતો. વડોદરા શહેરમાં 722 કેસ નોંધાયા હતા અને બે લોકોના મોત થયા હતા. રાજકોટમાં 10 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા હતો અને 391 કેસ નોંધાયા હતા. મહેસાણામાં પણ 500થી વધુ કેસ નોંધાયા હતા