ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બુઘવારે રાજ્યમાં 3,085 કેસ નોંધાયા હતા અને 36 લોકોના મોત થયા હતા. નવા કેસ સામે 10,007 દર્દીઓ સાજા થયા હતા. અમદાવાદમાં નવા 378 કેસ નોંધાયા હતા અને 6નાં મોત થયા હતા, જ્યારે સુરતમાં નવા 399 કેસ અને 7નાં મોત થયા હતા.
સરકારે બુધવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ રાજ્યમાં કોરોના કેસોનાની કુલ કેસની સંખ્યા 7,94,353 થઈ હતી, તેમાંથી અત્યાર સુધી 7,32,748 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 9,701 થયો હતો. રાજ્યનો રિકવરી રેટ વધીને 91.82 ટકા પર પહોંચ્યો હતો. હાલમાં કુલ એક્ટિવ કેસોનો આંક ઘટીને 55,548 થયો હતો. તેમાંથી 594 દર્દીઓ વેન્ટિલેટર પર હતા અને 54,954 દર્દીઓની હાલત સ્થિર હતી.
બુધવારે વડોદરામાં નવા 526 કેસ અને 5નાં મોત થયા હતા, જ્યારે જૂનાગઢમાં નવા 212 કેસ નોંધાયા હતા અને એકનું મોત થયું હતું. ભાવનગરમાં નવા 95 કેસ, 2નાં મોત, જામનગરમાં નવા 91 કેસ, 2નાં મોત થયા હતા.