Ahmedabad: View of cars lined up outside the Sardar Patel Cricket Stadium drive through COVID-19 vaccination, in Ahmedabad, Saturday, May 8, 2021. (PTI Photo)(PTI05_08_2021_000174B)

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા 11,084 કેસ નોંધાયા હતા અને 121 દર્દીના મોત નીપજ્યા થયા હતા. રાજ્યમાં કોરોના નવા કેસમાં અગાઉના દિવસની સરખામણીમાં 808નો ઘટાડો થયો હતો. અમદાવાદમાં કોરોનાના નવા 2955 કેસ નોંધાયા હતા અને 19 દર્દીનાં મોત થયા હતા, જ્યારે સુરતમાં નવા 1,110 કેસ સાથે 12 દર્દીના મોત થયા હતા.

સરકારે રવિવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 14,770 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી.રાજ્યના અત્યાર સુધી કુલ 8,394 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં હાલ કુલ 1,39,614 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 786 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.વડોદરામાં નવા 1161 કેસ સાથે 12 દર્દીના મોત, રાજકોટમાં નવા 746 કેસ સાથે 13 દર્દીના મોત, જામનગરમાં નવા 586 કેસ સાથે 14 દર્દીના મોત, ભાવનગરમાં નવા 375 કેસ સાથે 4 દર્દીના મોત, જૂનાગઢમાં નવા 484 કેસ સાથે 11 દર્દીના મોત થયા હતા.