ગુજરાતમાં બુધવારે કોરોના વાઇરસના નવા કેસો છેલ્લાં 39 દિવસમાં સૌથી ઓછા નોંધાયા હતા. જોકે છેલ્લાં બે દિવસથી તાઉ-તે વાવાઝોડાને કારણે કોરોના ટેસ્ટિંગ ઘટાડો થયો હોવાથી નવા કેસોની સંખ્યામાં મોટો ઘટાડો થયો હોય તેવી શક્યતા છે.
સરકારે બુધવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં વધુ 5,246 કેસો નોંધાયા હતા અને 71 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. નવા કેસ સામે 9,001 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા હતા. રાજ્યમાં કોરોના કેસોનો રિકવરી રેટ વધીને 86.78 ટકા પર પહોંચ્યો હતો. અમદાવાદમાં નવા 1324 કેસ નોંધાયા હતા અને 11નાં મોત થયા હતા, જ્યારે સુરતમાં નવા 390 કેસ નોંધાયા હતા અને 8નાં મોત થયા હતા.
રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 7,71,447 પર પહોંચ્યો હતા, જ્યારે અત્યાર સુધી 6,69,490 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 9,340 વ્યક્તિઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. હાલમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 92,617 છે, જેમાંથી 742 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 91875 દર્દીઓની હાલત સ્થિર છે.
સરકારની માહિતી મુજબ રવિવારે રાજકોટમાં નવા 307 કેસ નોંધાયા હતા અને 6નાં મોત થયા હતા, જ્યારે વડોદરામાં નવા 641 કેસ અને 6નાં મોત થયા હતા. આ ઉપરાંત ગાંધીનગરમાં નવા 112 કેસ, 3નાં મોત, જામનગરમાં નવા 213 કેસ, 5નાં મોત, ભાવનગરમાં નવા 77 કેસ, 2નાં મોત, જૂનાગઢમાં નવા 293 કેસ, 7નાં મોત થયા હતા. પંચમહાલમાં 158, આણંદમાં 149, અમરેલીમાં 136 કેસ, સાબરકાંઠામાં 133, ગીર સોમનાથમાં 130, દાહોદમાં 109 કેસ, પોરબંદરમાં 108, કચ્છમાં 104, ખેડામાં 99 કેસ, ભરૂચમાં 98, મહેસાણામાં 78, બનાસકાંઠામાં 77 કેસ, પાટણમાં 77, વલસાડમાં 66, નર્મદામાં 60 કેસ, નવસારીમાં 59, દ્વારકામાં 58, મહિસાગરમાં 50 કેસ, અરવલ્લીમાં 42, છોટાઉદેપુરમાં 29, સુરેન્દ્રનગરમાં 25 કેસ, મોરબીમાં 20, તાપીમાં 16, બોટાદમાં 6, ડાંગમાં 2 કેસ નોંધાયા હતા.