યુનાઈટેડ અરબ એમિરેટ્સ-UAEનું એક ડેલિગેશન તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યું હતું. ગાંધીનગર ખાતે કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી હતી.
પાણી, ઊર્જા, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા જેવા ક્ષેત્રે સંયુક્ત રોકાણ અને નવી પહેલોને સહકાર આપવાના લક્ષ્ય સાથે ભારત, ઇઝરાયલ, યુએઈ અને અમેરિકા એમ ચાર દેશોનું I2U2 ગ્રુપ કાર્યરત છે. વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા તેમજ પ્રોત્સાહન આપવા માટે I2U2 ગ્રુપના સભ્ય દેશ યુ.એ.ઈ.ની ચાર કંપની ગુજરાતમાં ઉત્પાદિત થતા વિવિધ પાકો આયાત કરવા તત્પર છે. જે સંદર્ભે આ ચાર કંપનીના પ્રતિનિધિઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી.
યુએઈના ડેલીગેટ્સે ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાતના FPO, નિકાસકારો અને નાના એગ્રો ફૂડ પાર્ક સાથે પણ મીટીંગ કરી નિકાસની તકો ઉપર સાર્થક ચર્ચા કરી હતી. તેમણે ચોખા, ઘઉં, મકાઈ, કેળા, દાડમ, ડુંગળી સહિતના પાકો આયાત કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ડેલીગેટ્સે આગામી સમયમાં ગુજરાતમાં એમ.ઓ.યુ કરવા પણ સહમતી દર્શાવી હતી.

LEAVE A REPLY