ગુજરાતના પ્રવાસનને વેગ આપવા માટે આઠ શહેરોમાં આંતરરાજ્ય ફ્લાઇટ ચાલુ કરવાની ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરે દરખાસ્ત કરી છે. આ આઠ શહેરોમાં અમદાવાદ, રાજકોટ, ભૂજ, સુરતનો મુખ્યત્વે સમાવેશ થાય છે. રાજ્યમાં કુલ પાંચ રૂટ પર આંતરરાજ્ય ફ્લાઇટ શરુ કરવાની દરખાસ્ત છે, ‘ઉડાન’ યોજના હેઠળ આ પ્રસ્તાવિત ફ્લાઇટ શરુ કરવાની યોજના છે. આગામી સમયમાં આ ફ્લાઇટ માટે બિડ મૂકવામાં આવે તેની પણ સંભાવના છે. હાલની સ્થિતિ પ્રમાણે બધું જ આયોજન મુજબ પાર પડયું તો બે મહિનામાં આ આંતરરાજ્ય ફ્લાઇટ શરુ થઇ શકે છે.