ભારત સરકારના કૃષિ કાયદાના વિરોધમા દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોએ આંદોલનના 100માં દિવસે શનિવારે નવી દિલ્હી બહારના મુખ્ય એક્સપ્રેસવે બ્લોક કરવાની જાહેરાત કરી છે. ખેડૂતો નવા કાયદા સામે ડિસેમ્બરથી વિરોધ કરી રહ્યાં છે.
ખેડૂતોના યુનિયનના નેતાઓ શુક્રવારે જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના ખેડૂતો પાંચ કલાક માટે નવી દિલ્હી બહારના છ લેન વેસ્ટર્ન એક્સપ્રેસવે (દિલ્હીનો રિંગ રોડ) પર તમામ ટ્રાફિક અટકાવી દેશે. સંયુક્ત કિસાન મોરચાના પ્રવક્તા દર્શન પાલે જણાવ્યું હતું કે 100 દિવસના આંદોલન બાદ આ એલાનથી સરકાર પર નૈતિક દબાણ આવશે. સરકારે અમારી સાથે ફરી મંત્રણા કરવી પડશે.