
કોરોનાની કટોકટી વચ્ચે ભારતને સપોર્ટ કરવા માટે યુએઇમાં બુર્જ ખલિફા સહિતની જાણીતી ઇમારતોમાં ભારતીય ધ્વજના કલર સાથે રોશની કરવામાં આવી હતી. રવિવારે ભારતીય એમ્બેસી દ્વારા કરવામાં આવેલી ટ્વિટમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. અબુ ધાબીમાં રહેલી ભારતીય એમ્બેસીએ 17 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બુર્જ ખલિફા પર તિરંગાની ઝલક જોવા મળી રહી છે. દુબઇમાં અબુ ધાબુ નેશનલ ઓઇલ કંપનીના હેડક્વાર્ટર અને વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફાને ભારતીય ધ્વજના રંગોની રોશનીથી ઝગમગતી કરવામાં આવી હતી.

Indian tricolour lit up on landmarks in Dubai in solidarity with India as it responds to a second COVID-19 wave. (PTI Photo)(PTI04_26_2021_000049B)
