કોરોનાવાયરસને લીધે વ્યાજ દરમાં 0.50%નો ઘટાડો

0
1179
બેન્ક ઑફ ઇંગ્લેન્ડ (Photo-by-Peter-MacdiarmidGetty-Images.jpg)

બેન્ક ઑફ ઇંગ્લેન્ડે કોવિડ-19 ફાટી નીકળતા અર્થતંત્રને ધબકતુ રાખવા કટોકટીના પગલા તરીકે બુધવારે હાલના વ્યાજ દર 0.75%માં અડધો ટકાનો ઘટાડો કર્યો હતો. જેને પગલે હવે વ્યાજ દર 0.25% જ રહેશે. ઓગસ્ટ 2016 પછી પહેલી વખત સેન્ટ્રલ બેંક દ્વારા 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરાયો છે. બેંકે કહ્યું હતુ કે આ પગલું બિઝનેસીસ અને ગ્રાહકોના વિશ્વાસને ટેકો આપવામાં મદદ કરશે.

બ્રિટીશ અર્થતંત્ર પર નવા કોરોનાવાયરસની અસર નોંધપાત્ર રીતે પડી શકે છે અને આગામી મહિનાઓમાં આર્થિક પ્રવૃત્તિ નબળી પડી શકે તેવી સંભાવના છે.

બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે વ્યાજ દરમાં કપાત યુ.કે.ના બિઝનેસીસ અને પરિવારોને  કોવિડ-19થી થનારા આર્થિક નુકશાનમાં મદદ કરવાના વ્યાપક અને સમયસર પેકેજનો ભાગ એક છે. આ પગલાંથી બિઝનેસીસ, કંપનીઓ અને લોકોને નોકરીમાં રાખવામાં મદદ મળશે અને લાંબા સમય સુધી ચાલનારા આ આર્થિક નુકસાનનો કામચલાઉ વિક્ષેપ અટકાવવામાં મદદ મળશે.

લંડનના શેરબજારમાં વ્યાજદર ઘટાડા બાદ ઉછળો

બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા કોરોનાવાયરસ ફાટી નીકળતા થનારી અસરથી અર્થતંત્રને બચાવવા માટે વ્યાજના દરમાં ઘટાડો કર્યા પછી લંડનના એફટીએસઇ 100માં બુધવારે તા. 11ના રોજ ઉછાળો આવ્યો હતો અને 0.9% નો વધારો થયો હતો.

યુકેની સેન્ટ્રલ બેંકના આ પગલાથી યુરોપમાં પણ જોશ વધ્યુ છે. યુરો સ્ટોક્સક્સ 50માં 0.7%  અને જર્મન ડીએક્સના ફ્યુચર્સમાં 0.4% નો વધારો થયો હતો.