સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે તાંબાના એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મોને કારણે તાંબા પર વાયરસ ચાર કલાક સુધી જ જીવતા રહ્યા હતા પરંતુ તે સ્ટીલ અને પ્લાસ્ટિક પર 72 કલાક અને 24 કલાક પછી કાર્ડબોર્ડ પર પણ મળ્યા હતા. જેને પગલે કોરોનાવાયરસનો ચેપ અટકાવવા માટે દરવાજાના હેન્ડલ, હેન્ડ રેઇલ અને શોપિંગ ટ્રોલીઓને તાંબાનુ આવરણ ચઢાવવા વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
સાઉધમ્પ્ટન યુનિવર્સિટીના સિનિયર માઇક્રોબાયોલોજિસ્ટ વિલિયમ કીવિલે જણાવ્યું હતું કે જ્યારે તાંબાના ઉપયોગની વાત કરવામાં આવી ત્યારે યુકેએ કેટલાક કામ કરવા પડ્યા હતા.
પોલિશ બસોમાં કોપર ચઢાવેલા હેન્ડલ બાર જ્યારે ચીલી અને બ્રાઝિલના એરપોર્ટ પર ઇમિગ્રેશન કિઓસ્ક કોપર-પ્લેટેડ હતી અને અમેરિકાના જીમમાં તમામ સાધનોને તાંબાનુ આવરણ ચઢાવવામાં આવ્યું હતું. આમ જ્યાં પણ વધુ પ્રમાણમાં હાથ લાગતો હોય ત્યાં તાંબાનુ આવરણ ચઢાવવું જોઇએ.
2012ના માર્સ અને 2009માં સ્વાઇન ફ્લૂના વાયરસ તાંબાથી થોડીવારમાં નાશ પામ્યા હતા. કેટલીક હોસ્પિટલોમાં જ્યાં કોપર એલોય નાંખવામાં આવ્યા હતા ત્યાં સપાટીના બેક્ટેરિયામાં 90 ટકાનો ઘટાડો થયો છે. હવે તો તાંબાના વસ્ત્રો પણ કોપર ક્લોધીંગ્સ પણ બહાર આવ્યા છે. જે “સંપૂર્ણપણે કુદરતી, બિન-કેમિકલ, એન્ટિમાઇક્રોબાયલ અને લાંબા સમય સુધી ચાલે છે”.