ગુજરાતમાં રોકાણકારોને આકર્ષિત કરવા માટેની સૌથી મોટી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આ વર્ષે ન યોજવામાં આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે વાઈબ્રન્ટ સમિટ જાન્યુઆરીના પ્રથમ કે બીજા સપ્તાહમાં યોજાતી હોય છે, પરંતુ કોરોનાની સ્થિતિને કારણે તેને મોકૂફ રાખવામાં આવી શકે છે.
અત્યારે નવેમ્બરનું છેલ્લું સપ્તાહ ચાલી રહ્યું છે અને વાઈબ્રન્ટ સમિટ જાન્યુઆરીના પ્રથમ કે બીજા સપ્તાહમાં યોજાતી હોય છે. આ સ્થિતિમાં હવે દોઢ મહિનાનો જ સમય રહ્યો છે અને હાલ કોરોનાની સ્થિતિને જોતાં જાન્યુઆરી-2021માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ શકે તેમ નથી. આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી પરંતુ આ વખતે વાઈબ્રન્ટ સમિટ યોજાય તેવા કોઇ સંકેત નથી.