કોપીંગ ટૂગેધર દ્વારા એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના સહકારથી રવિવાર 23 મે 2021ના રોજ બપોરે 12.30 વાગ્યે (યુકે સમય) અને સાંજે 5 વાગ્યે (ભારતીય સમય) દરમિયાન ઝૂમ પર (મીટિંગ આઈડી: 870 9785 1184 – પાસકોડ: ભારત) અને લોહાણા કોમ્યુનિટી ઓફ યુકે અને લેસ્ટર લોહાણા મહાજનના ફેસબુક પર ભારતમાં વ્યાપેલી કોવિડ કટોકટી અંગે સહાય કરવા અપીલનું આયોજન કરવામાં આવ્યું છે.
અનુભવી જેનોમિક્સ રિસર્ચ પ્રોફેશનલ ડો. વર્ષા ખોડિયાર સરળ શબ્દોમાં ભારતમાં કોવિડ વેરિયન્ટની અસર, કેવી રીતે તેનું ટેસ્ટીંગ કરી શકીએ? અને રસીકરણની અસરકારકતા વિષે સમજ આપશે. એવિએશન કન્સલ્ટન્ટ અમિત શાહ ભારતની મુસાફરીની જરૂરિયાતો વિષે જણાવશે. ભારતથી રાજેન્દ્ર પાલા અને મરીના એન્ડ મેલોડી એક્સપ્રેસ યુકે દ્વારા શ્રદ્ધાંજલિ ગીત અને પ્રાર્થના રજૂ થશે.
આપ આ લિંક પર ઓનલાઇન દાન કરી શકશો. https://www.justgiving.com/fundraising/covidcrisisinindia