કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં બુધવારે ૮૦મી ઓલ ઇન્ડિયા પ્રિસાઈન્ડીંગ ઓફિસરની કોન્ફ્રરન્સનો આરંભ થયો હતો. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવશે અને બુધવારે રાષ્ટ્રપતિ કેવડિયા પહોંચ્યા હતા. બે દિવસ ચાલનારી કોન્ફરન્સ માટે ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ બુધવારે કેવડિયા પહોંચ્યા હતા.
સંવિધાન દિવસની ઉજવણી પણ ૨૬ નવેમ્બરના રોજ કરવામાં આવશે. ૨૬ નવેમ્બરના રોજ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલથી સંબોધન કરશે. ૧૦૦ વર્ષમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકસભા, રાજ્યસભા અને વિધાન સભાઓના અધ્યક્ષો સાથે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન કોન્ફરન્સમાં કરશે. વડાપ્રધાન વર્ચુઅલ હાજરી આપશે. મંગળવારે મોડી સાંજ સુધી વિવિધ વિધાનસભાના અધ્યક્ષો, ઉપાધ્યક્ષો, સચિવો નર્મદા ટેન્ટ સીટી ખાતે આવી પહોચ્યા હતા.
કેવડિયામાં દેશના રક્ષણ અને સુરક્ષા સામાજિક-આર્થિક વિકાસને લઈ જરૂરી ચર્ચાઓ કરવામાં આવશે. ખાસ કરીને લોકસભા રાજ્યસભા અને વિધાનસભાના અધ્યક્ષ ઉપસ્થિત રહેશે, એક્ઝિક્યુટિવ લેજિસ્લેટિવ અને જ્યુડિશિયલી ત્રણેનો સમન્વય સારી રીતે થઈ શકે એક બીજાના વિભાગમાં દાખલ પણ ન થાય અને બંધારણમાં રહીને કામ થાય તે માટે રાષ્ટ્રપતિની હાજરીમાં જરૂરી ચર્ચા કરાશે.