કેરોલાઇન ફ્લેકના મૃત્યુ બાબતે ઇન્કવેસ્ટ આ અઠવાડિયે શરૂ થશે

0
967
કેરોલાઇન ફ્લેક (Photo credit TOLGA AKMENAFP via Getty Images)

ઇસ્ટ લંડનના સ્ટોક ન્યુઇંગ્ટનમાં પોતાના ફ્લેટમાં શનિવારે તા. 15 ફેબ્રુઆરીના રોજ મૃત હાલતમાં મળી આવેલી લવ આઇલેન્ડની 40 વર્ષીય પૂર્વ હોસ્ટ કેરોલાઇન ફ્લેકના મૃત્યુ બાબતે ઇન્કવેસ્ટ પોપ્લર કોરોનર કોર્ટમાં તા. 19 ફેબ્રુઆરીને બુધવારે સવારે 10 વાગ્યે શરૂ કરવામાં આવશે. કેરોલાઇન ફ્લેકના તેના બોયફ્રેન્ડ લુઇસ બર્ટનને માથામા લેમ્પ મારી ઇજા કરવાના આરોપ બદલ સુનાવણીની રાહ જોતી હતી. તેણે 23 ડિસેમ્બરે નોર્થ લંડનની હાઈબરી કોર્નર મેજિસ્ટ્રેટ કોર્ટમાં માર મારી હુમલો કરવા બદલ દોષીત નહિ હોવાનુ જણાવ્યુ હતુ અને 4 માર્ચે તેની સુનાવણી થવાની હતી.

તેના કુટુંબે પ્રેસને આ મુશ્કેલ સમયે પરિવારની ગોપનીયતાનું સન્માન કરવા વિનંતી કરી હતી. એવું માનવામાં આવે છે કે તેની મિત્ર લૂ ટીસ્ડેલ શુક્રવારે રાત્રે તેની સાથે રોકાઇ હતી. કેરોલાઇને પોતે બરાબર છે તેમ જણાવ્યા બાદ કોઇક કામ માટે લૂ નજીકની શોપમાં ગઇ હતી. જે દરમિયાન ફ્લેકે પોતાનું જીવન લીધું હતું. લૂએ ફોન કરતા ફ્લેકના પિતા ઇયાન દોડી આવ્યા હતા અને પોતાની ચાવીથી ફ્લેટ ખોલી તપાસ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવના આગલા દિવસે વેલેન્ટાઇન ડે પર મિત્રો પણ કેરોલાઇન સાથે રોકાયા હતા, જેમાં મોલી ગ્રોસબર્ગનો સમાવેશ હતો. તા. 14ના રોજ રાત્રે 10.30 વાગ્યે તેણી અસ્વસ્થ જણાતા એક એમ્બ્યુલન્સ આવી હતી. પેરામેડિક ક્રૂએ કેરોલાઇનની તપાસ કરી તેને હોસ્પિટલ સારવારની જરૂર ન હોવાનુ જણાવ્યુ હતુ. તે વખતે તેણી ઘણી સારી લાગતી હતી અને સુસંગત હતી. તેણે પણ હોસ્પિટલમાં જવાની ના પાડી અને તેઓ ચાલ્યા ગયા હતા. તે પછી લૂએ તેની સાથે રાત પસાર કરી હતી.

કેરોલાઇન લૂ અને અન્ય મિત્રો સાથે હતી અને તેથી દરેકને સંતોષ હતો કે તેણી બરોબર છે. શનિવારે સવારે કેરોલાઇને ભારપૂર્વક કહ્યુ હતુ કે તે સારી છે અને તેણે લૂને ઘરે જવા સમજાવી પણ હતી.’

ક્રાઉન પ્રોસિક્યુસન સર્વિસે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસે જામીન ચુકાદા પૂર્વે કેરોલાઇનનુ બે વખત માનસિક સ્વાસ્થ્ય ચકાસ્યુ હતુ અને ત્યાર બાદ તેમને લાગ્યુ હતુ કે કેરોલાઇન તેના બોયફ્રેન્ડ લુઇસ બર્ટન માટે ‘જોખમરૂપ’ હતી. પોલીસે તેનુ જોખમ ‘ઉચ્ચ’ થી ‘મધ્યમ’ સુધી ડાઉનગ્રેડ કર્યું હતું પરંતુ તેણીને કહેવામાં આવ્યું હતું કે માર્ચની સુનાવણીની તારીખ પછી જ બર્ટનને જોઈ શકશે.

2001માં રજૂ કરાયેલ ઑફેંડર એસેસમેન્ટ સીસ્ટમ પ્રણાલી હેઠળ ભવિષ્યમાં ફરીથી વાંધાજનક કૃત્ય નહિ કરે અને પોતાને અથવા અન્ય લોકોને ગંભીર નુકસાન નહિ પહોંચાડે તે જોવામાં આવે છે. બર્ટને પોલીસને આ કેસ આગળ ન વધારવા કહ્યું હતુ પણ સી.પી.એસ. વકીલોએ ફ્લેક સામે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતુ. ‘પુરાવા આધારીત કાર્યવાહી’ તરીકે જાણીતા આ કેસમાં જુબાની નહીં પરંતુ પૂરાવાને લક્ષ્યમાં લેવામાં આવ્યા હતા જેવા કે પોલીસના બૉડીકેમ ફૂટેજ અને અન્ય.

ફ્લેકે પોલીસને એમ પણ કહ્યું હોવાનુ મનાય છે કે ‘હા, મેં તે કર્યું’ હતુ અને પછી ચેતવણી પણ આપી હતી કે તે પોતાને મારી નાખશે. મિસ ફ્લેકની મેનેજમેન્ટ કંપનીએ મિસ્ટર બર્ટનને સમર્થન આપ્યું ન હોવા છતાં કેસ આગળ વઇ જવા બદલ સી.પી.એસ.ની ઝાટકણી કાઢી હતી.

પ્રસ્તુતકર્તા કેરોલાઇનના મૃત્યુ બાદ લવ આઇલેન્ડના પ્રથમ એપિસોડને ગઈ કાલે તા. 17ની રાત્રે ITV2 પર સરેરાશ 1.9 મિલિયન દર્શકો દ્વારા જોવાયો હતો. આ શ્રેણીનો વર્તમાન રેકોર્ડ 12 જાન્યુઆરીએ ઉદઘાટનની રાતનો છે જેને 2.4 મિલિયન લોકોએ જોયો હતો. શનિવાર અને રવિવારે આ શો પ્રસારિત કરવામાં આવ્યો ન હતો.