REUTERS/Jennifer Gauthier

કેનેડાની ફેડરલ ચૂંટણીમાં હાઉસ ઓફ કોમન્સમાં રેકોર્ડ 22 પંજાબીઓ ચૂંટાયા આવ્યાં છે. 2021માં 18 અને 2019માં 20 પંજાબી ચૂંટાયા હતાં. લિબરલ ઉમેદવાર રૂબી સહોતાએ બ્રેમ્પટન નોર્થથી કન્ઝર્વેટિવ અમનદીપ જજને હરાવ્યાં હતાં. બ્રેમ્પટન ઈસ્ટથી લિબરલ ઉમેદવાર મનિન્દર સિદ્ધુએ કન્ઝર્વેટિવ ઉમેદવાર બોબ દોસાંજને હરાવ્યા હતાં.

બ્રેમ્પટન સેન્ટરથી લિબરલ ઉમેદવાર અમનદીપ સોહીએ તરણ ચહલને પરાજય આપ્યો હતો. કન્ઝર્વેટિવ ઉમેદવાર સુખદીપ કાંગે બ્રેમ્પટન સાઉથથી લિબરલ ઉમેદવાર સોનિયા સિદ્ધુને હરાવ્યા હતાં. બ્રેમ્પટન વેસ્ટમાંથી કન્ઝર્વેટિવ ઉમેદવાર અમરજીત ગિલે વર્તમાન પ્રધાન કમલ ખેરાને હરાવીને અપસેટ સજ્યો હતો.

આ ઉપરાંત લિબરલ પાર્ટી તરફથી ઓકવિલે ઈસ્ટથી અનિતા આનંદ, વોટરલૂથી બર્દિશ ચગર, ડોરવલ લેચીનથી અંજુ ધિલ્લોન, સરે ન્યૂટનથી સુખ ધાલીવાલ, મિસિસાગા માલ્ટનથી ઇકવિંદર સિંહ ગહીર. સરે સેન્ટરથી રણદીપ સરાઈ, ફ્લીટવુડ પોર્ટ કેલ્સથી ગુરબક્ષ સૈની, રિચમંડ ઇસ્ટ સ્ટીવસ્ટનથી પરમ બેન્સ વિજયી બન્યાં હતાં.
જોકે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના વડા જગમીત સિંહે પોતાની બેઠક જાળવી રાખવામાં નિષ્ફળ ગયાં હતાં અને તેમણે પાર્ટીના વડા તરીકે રાજીનામું આપ્યું હતું.

ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા ચૂંટણી લડી જગમીત સિંહેનો બ્રિટિશ કોલંબિયામાં બર્નાબી સેન્ટ્રલ બેઠક પર લિબરલ ઉમેદવાર સામે પરાજય થયો હતો. તેમને લગભગ 27.3 ટકા મત મળ્યાં હતાં, જ્યારે તેમના હરીફ વેડ ચાંગને 40 ટકાથી વધુ મત મળ્યાં હતાં. તેમના પક્ષનું પણ મોટું ધોવાણ થયું હતું અને તે પોતાનો રાષ્ટ્રીય દરજ્જો ગુમાવશે. રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો જાળવવા માટે ઓછામાં ઓછી 12 બેઠકો જરૂરી છે.એનડીપીએ ૩૪૩ બેઠકો પર ચૂંટણી લડી હતી. પાછલી ચૂંટણીમાં પાર્ટીએ ૨૪ બેઠકો મેળવી હતી.

આ ઘટનાક્રમને કેનેડામાં ખાલિસ્તાનના સમર્થકો માટે એક ફટકો માનવામાં આવે છે, કારણ કે NDPના નેતા જગમીત સિંહને ખાલિસ્તાની તરફી નેતા માનવામાં આવે છે.

 

LEAVE A REPLY