કેનેડાએ ભારત જનારા પ્રવાસીઓ માટે એરપોર્ટ પર વધારાના સિક્યોરિટી સ્ક્રીનીંગ માટે તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) પાછી ખેંચી છે.

ભારત અને કેનેડા વચ્ચેના ખરાબ સંબંધો વચ્ચે કેનેડાએ અગાઉ સોમવારે ભારત જતાં પ્રવાસીઓનું વિશેષ ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો. પરિવહન પ્રધાન અનિતા આનંદે આ અઠવાડિયાની શરૂઆતમાં સ્ક્રીનીંગની જાહેરાત કરતા જણાવ્યું હતું કે સાવધાનીના ભાગરૂપે  સરકાર અસ્થાયી રૂપે ભારતમાં પ્રવાસીઓ માટે વધારાની સુરક્ષા સ્ક્રીનીંગ લાગુ કરશે. જોકે એક સપ્તાહમાં સુરક્ષાની સ્થિતિમાં શું બદલાઈ ગયું અને કેનેડાએ કેમ વધારાનું ચેકિંગ પાછું ખેંચી લીધું તેનું કારણ આપ્યું ન હતું.

કેનેડાની ધરતી પર ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારત સરકાર સામેલ હોવાના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપ પછી કેનેડા અને ભારતના સંબંધો ખરાબ થયેલા છે.

LEAVE A REPLY