પનામાના પ્રેસિડેન્ટ જોસ રાઉલ મુલિનો અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને આવકારવાની કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમણે પનામા કેનાલની માલિકી મુદ્દે અમેરિકા સાથે મંત્રણા કરવાના મુદ્દાને ફગાવ્યો હતો. ટ્રમ્પે 20 જાન્યુઆરીએ સત્તા સંભાળી ત્યારે તેમણે પોતાના પ્રથમ સંબોધનમાં આરોપ મુક્યો હતો કે, યુએસ દ્વારા 1999માં સેન્ટ્રલ અમેરિકન દેશને સોંપવામાં આવેલી કેનાલનું ચીન અસરકારક રીતે “સંચાલન” કરી રહ્યું છે. ટ્રમ્પે ત્યારે વધુમાં જણાવ્યું હતું કે, “અમે તે ચીનને નહીં પરંતુ પનામાને સોંપી હતી. અને અમે તેને પરત લઈ રહ્યા છીએ.” પરંતુ હવે મુલિનોએ આ અંગે કહ્યું કે, કેનાલની માલિકી અંગે ચર્ચા શરૂ કરવી “અશક્ય” છે. પ્રેસિડેન્ટે મીડિયા સાથીની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, “હું મંત્રણા કરી શકતો નથી, કેનાલ મુદ્દે ચર્ચાની પ્રક્રિયા શરૂ કરવાની વાત તો દૂર છે. તે (મામલો) નક્કી થઇ ચૂક્યો છે. આ કેનાલ પનામાની છે.”
લાંબા સમયથી અમેરિકાના મિત્ર રહેલા પનામાએ ટ્રમ્પની ધમકી અંગે યુનાઇટેડ નેશન્સમાં ફરિયાદ કરી હતી. આમ છતાં, મુલિનોએ કહ્યું કે, માઇગ્રેશન, સંગઠિત ગુના અને ડ્રગ્સની હેરાફેરી સામેની લડત જેવા પરસ્પર સંબંધિત મુદ્દાઓ પર તેઓ રુબિયો ચર્ચા કરવામાં ખુશી અનુભવશે.

LEAVE A REPLY