ખેડૂતો અને સરકારની લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ભારતીય કિસાન યુનિયનને સપ્ટેમ્બરમાં સંસદમાં પસાર થયેલા ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માગણી કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. યુનિયને જણાવ્યું હતું કે આ કાયદાથી ખેડૂતો નબળા બનશે. કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો શુક્રવારે 16મો દિવસ હતો. ભારતીય કિસાન યુનિયનને પ્રેસિડેન્ટ ભાનુપ્રતાપ સિંહે શુક્રવારે દાખલ કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ત્રણ કાયદાથી વેપારીકરણ થશે અને ખેડૂતોએ મોટા કોર્પોરેટની દયા પર જીવવું પડશે.