High Court orders to hold municipal elections without OBC reservation in UP
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગયા અઠવાડિયે બ્રેન્ટના કિંગ્સબરી અને વિલ્સડનના બે દુકાનદારોને ગેરકાયદેસરના તમાકુના વેચાણ અનં સંગ્રહ બદલ £6000થી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો હતો.

નોર્થ વેસ્ટ લંડનના કિંગ્સબરીમાં આવેલ રાગુલન્સ બ્રધર્સ લિમિટેડના સંચાલકોને આરોગ્યની ચેતવણીઓ નહિં ધરાવતી ગેરકાયદેસર મનાતી સીગારેટ અને તમાકુના 350 પેકેટ મળી આવતા કંપની અને તેના ડિરેક્ટર સુબ્રમણ્યમ યોગરજાને કુલ મળીને £2,900નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે તમાકુનું વેચાણ નહિં કરતા વિલ્સડન કોફી અને નટ રોસ્ટર પર તપાસ કરાતા ગેરકાયદેસર રીતે તમાકુનુ વેચાણ કરવામાં આવતું હોવાનું જણાતા £3,980નો ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમને ત્યાંથી સિગારેટના 908 પેકેટ, હેન્ડ રોલિંગ તમાકુના 5 પેકેટ અને શીશા મોલાસીસ તમાકુના 85 પેક/ટબ મળૂ કુલ 47.7 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જે બદલ કુલ £3,980 ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

LEAVE A REPLY