(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
કાર્તિક આર્યને આ ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાય આપવા માટે દોઢ વર્ષમાં 18 કિલો વજન ઘટાડયું હતું. તેણે વજન ઘટાડવા માટે કઇ કઇ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું હતું તેનો વીડિયો તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.
સાથે કાર્તિકે લખ્યું છે કે, પહેલા મારી માતા મને જિમમાં જવાનું કહેતી હતી અને હવે આજે એવી સ્થિતિ છે કે, તે ફોન કરીને મને કહે છે કે હવે જિમમાંથી પાછો આવી જા. તેણે વધુમાં કહ્યું હતું કે, મેં આ ફિલ્મ સ્વીકારી ત્યારે મને જાણ નહોતી કે મારા માટે તે પડકારજનક બની રહેશે. દિવસ-રાત જીમમાં પરસેવો વહાવ્યો હતો, સ્વિમિંગ અને બોક્સિંગ કરીને વજન ઘટાડ્યું ત્યારે હું ચંદુ ચેમ્પિયનની ભૂમિકા યોગ્ય બન્યો હતો.
કાર્તિક ફિલ્મ ફ્રેડીમાં 90 કિલો વજન ધરાવતો યુવક હતો જ્યારે ચંદુ ચેમ્પિયન ફિલ્મમાં તેણે 72 કિલો સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી હતી.

LEAVE A REPLY