(ANI Photo)

દુબઈમાં મંગળવાર, 4 માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવી ભારતે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે બીજી સેમિફાઈનલમાં રમાશે.
ઓસ્ટ્રેલિયાએ આપેલા 265 રનના ટાર્ગેટને ભારતીય ટીમે 48.1 ઓવરમાં હાંસલ કર્યો હતો. ભારત તરફથી વિરાટ કોહલીએ 84 રન બનાવીને જીતનો પાયો નાંખ્યા હતો. શ્રેયસ અય્યર 45 અને કેએલ રાહુલ 42 (અણનમ) તથા હાર્દિક પંડ્યાએ 28 રનની નિર્ણાયક બેટિંગ કરી હતી.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ભારતની શિસ્તબદ્ધ બોલિંગના પગલે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 264 રનમાં ઓલઆઉટ કર્યું હતું. આ મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ખડો કરેલો આ સૌથી મોટો સ્કોર છે. મોહમ્મદ શમીએ 48 રનમાં 3 વિકેટ લઇને સૌથી સારો દેખાવ કર્યો હતો. વરુણ ચક્રવર્તી અને રવીન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી.

અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાને પણ એક-એક વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયા માટે સ્ટીવ સ્મિથે સૌથી વધુ 96 બોલમાં 73 રન બનાવ્યા હતાં, જ્યારે એલેક્સ કેરી 57 બોલમાં 61 રન અને ટ્રેવિસ હેડ 33 બોલમાં 39 રનની મહત્વની ઇનિંગ રમી હતી.

LEAVE A REPLY