(PTI Photo)

ભારતીય નૌકાદળએ બુધવારે રાત્રે જણાવ્યું હતું કે, ઓમાનના દરિયાકાંઠે પલટી ગયેલા કોમોરોસ-ધ્વજવાળા ઓઇલ ટેન્કરના આઠ ભારતીયો અને એક શ્રીલંકન નાગરિકને ભારતીય યુદ્ધ જહાજે બચાવી દીધા છે.

આ જહાજ 15 જુલાઈના રોજ ઓમાનમાં રાસ મદ્રકાહથી લગભગ 25 નોટિકલ માઈલ દક્ષિણપૂર્વમાં પલટી ગયું હતું અને તથા ભારતીય નેવીએ ઓમાની સત્તાવાળાઓ સાથે સંકલનમાં શોધ અને બચાવ પ્રયાસો ચાલુ કર્યા હતાં. ઓમાનના મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટર (એમએસસી) એ જણાવ્યું હતું કે એમટી ફાલ્કન પ્રેસ્ટિજ નામના આ ઓઇલ ટેન્કરમાં 13 ભારતીયો અને ત્રણ શ્રીલંકન સહિત 16 સભ્યોનો ક્રૂ સભ્યો હતાં. નેવીએ જણાવ્યું હતું કે એક ક્રુ મેમ્બરનો મૃત દેહ મળી આવ્યો હતો, જોકે કયા દેશના છે તે સ્પષ્ટ થયું ન હતું. ભારતીય નૌકાદળ તેના મિશન યુદ્ધ જહાજ INS તેગને તૈનાત કર્યું હતું.

જહાજમાં ત્રણ શ્રીલંકાના ક્રૂ મેમ્બર પણ સામેલ હતાં. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓઈલ ટેન્કર યમનના બંદર શહેર અદન તરફ જઈ રહ્યું હતું. શિપિંગ ડેટાના આંકડા પ્રમાણે આ જહાજનું નિર્માણ 2007માં કરવામાં આવ્યું હતું. આ જહાજ 117 મીટર લાંબુ છે.

LEAVE A REPLY