1970ના દાયકાના ચેપગ્રસ્ત બલ્ડ કૌભાંડને ઢાંકવાનો આરોપ નેશનલ હેલ્થ સર્વિસ (NHS) પર મૂકાયા બાદ વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે હાઉસ ઓફ કોમન્સમાં માફી માંગતા કહ્યું હતું કે નિષ્ફળતાઓ અને ઇન્કારના વલણની સૂચિ પછી તે “બ્રિટિશ રાજ્ય માટે શરમનો દિવસ” હતો.
તપાસના અધ્યક્ષ સર બ્રાયન લેંગસ્ટાફે આ મુદ્દા પર પાંચ વર્ષની તપાસ પછી પોતાનો આકરા ચુકાદો આપ્યાના કલાકો પછી સુનકે પીડિતો અને તેમના પરિવારોને સંબોધતા સંસદમાં કહ્યું હતું કે “મને તે કેવું લાગ્યું હશે તે સમજવું લગભગ અશક્ય લાગે છે. હું સંપૂર્ણ દિલથી અને સ્પષ્ટ માફી માંગવા માંગુ છું. 1970ના દાયકા સુધીની દરેક સરકાર માટે, હું ખરેખર દિલગીર. બધાને આ માટે વળતર મળવું જ જોઇએ.’’
સુનકની આગેવાની હેઠળની સરકારના મિનિસ્ટર્સે એકવાર તપાસનો અહેવાલ પ્રકાશિત થયા પછી અંતિમ વળતરના મુદ્દાને ઉકેલવાનું વચન આપ્યું છે, જેનો કુલ ખર્ચ અબજો પાઉન્ડમાં જવાની સંભાવના છે.