અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને તાજેતરને સરકારી ખર્ચમાં ઘટાડો કરવાની તેમની ઝુંબેશ દરમિયાન બિલિયોનેર એલન મસ્કના સંભવિત હિતોના ઘર્ષણ મુદ્દે પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે તેમણે આ મુદ્દે જણાવ્યું હતું કે, તેઓ મસ્કને અવકાશ સંબંધિત કોઈપણ સરકારી નિર્ણયોમાં સામેલ કરશે નહીં. આ અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે, “કદાચ અવકાશની બાબતોથી પણ, અમે એલનને દૂર રાખીશું.” આ વિશે વ્હાઇટ હાઉસે અગાઉ જણાવ્યું હતું કે, મસ્ક તેમના વિવિધ બિઝનેસ હિત અને તેમના ડીપાર્ટમેન્ટ દ્વારા સરકાર માટે ખર્ચ ઘટાડવાના પ્રયાસોમાં કોઈપણ હિતોના ઘર્ષણથી પોતાને દૂર રાખશે. વ્હાઇટ હાઉસે તાજેતરમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં મસ્કની ભૂમિકા વ્હાઇટ હાઉસના કર્મચારી અને પ્રેસિડેન્ટના સીનિયર સલાહકાર તરીકેની હતી, અને તે ડીપાર્ટમેન્ટના કર્મચારી નહોતા. વ્હાઇટ હાઉસે વધુમાં કહ્યું હતું કે મસ્ક પાસે નિર્ણય લેવાની કોઈ સત્તા નથી.

LEAVE A REPLY