ટાટાની માલિકીની વૈશ્વિક એરલાઇન્સ એર ઈન્ડિયાએ ગુરુવાર, 2 જાન્યુઆરીએ તેના ફ્લેગશિપ A350-900 એરક્રાફ્ટ દ્વારા દિલ્હીથી ન્યૂ જર્સીના નેવાર્ક સુધી ફ્લાઇટ્સ ચાલુ કરી હતી. અગાઉ 1 નવેમ્બર, 2024 ના દિલ્હી-ન્યૂયોર્ક (JFK) રૂટ પર એર ઈન્ડિયાની A350 વિમાનો મારફત ફ્લાઇટ્સ ચાલુ કરાઈ હતી.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સાથે એર ઈન્ડિયા હવે તેના A350 એરક્રાફ્ટ સાથે ભારતની રાજધાની અને ન્યૂયોર્ક રિજન વચ્ચે તમામ નોન-સ્ટોપ ફ્લાઈટ્સ સેવા આપે છે. આ ફ્લાઇટ્સ બિઝનેસ ક્લાસમાં ખાનગી સ્યુટ્સ અને પ્રીમિયમ ઈકોનોમી કેબિન, તેમજ પુરસ્કાર વિજેતા નવી ઈન્ફ્લાઈટ એન્ટરટેઈનમેન્ટ (IFE) સિસ્ટમ સહિત તેના તમામ નવા ઈન્ટિરિયર્સ ઓફર કરે છે.
ન્યૂ એર ઇન્ડિયાના આગમન પર કેબિને ક્રૂએ ન્યૂયોર્ક સિટીના લોકપ્રિય મૂવી સ્થળોની સફર કરી
આ પ્રસંગે એર ઈન્ડિયાના કેબિન ક્રૂએ ન્યુ યોર્ક સિટીની પ્રતિષ્ઠિત ક્ષણોને ફરીથી તાજી કરવા સિનેમેટિક પ્રવાસ કર્યો હતો તથા લોકપ્રિય હોલીવુડ અને બોલિવૂડ મૂવીઝમાં દર્શાવવામાં આવેલા શહેરના કેટલાક જાણીતા સ્થળોની મુલાકાત લીધી હતી. મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલ યુનિફોર્મ પહેરીને, તેઓ આ ધમધમતા શહેરમાં ફર્યા હતાં તથા ન્યુ યોર્ક પર આગમન સમયે ‘ન્યૂ એર ઈન્ડિયા અનુભવ’ ઉત્સાહ અને ગર્વ સાથે વ્યક્ત કર્યો હતો.
એર ઇન્ડિયાના કેબિન ક્રૂના સભ્યોએ રોકફેલર પ્લાઝાના 1932નો આઇકોનિક ‘લંચ એટોપ એ સ્કાયસ્ક્રેપર’ ફોટોગ્રાફનું ફરીથી સર્જન કર્યું હતું. આ પ્રખ્તાત ફોટોગ્રાફમાં 30 રોકફેલર પ્લાઝાના બાંધકામ દરમિયાન ગગનચુંબી ઈમારતના બીમ પર કામદારો કેઝ્યુઅલ લંચ બ્રેક લેતા દર્શાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત કેબિન ક્રુએ સેન્ટ્રલ પાર્કના સેન્ટ્રલ પાર્કમાં રમણીય ગેપસ્ટો બ્રિજની મુલાકાત લીધી હતી, જે તેની શાંત સુંદરતા અને લીલીછમ હરિયાળીને કારણે ફિલ્મનિર્માતા માટે પસંદગીનું સ્થળ બન્યું છે. એર ઈન્ડિયાના ક્રૂએ ટાઈમ્સ સ્ક્વેરની ફૂટપાથ પર લટાર મારી હતી. આ ટુરિસ્ટ ડેસ્ટિનેશન અસંખ્ય બોલીવુડ અને હોલીવુડ ફિલ્મોમાં દર્શાવવામાં આવેલું છે.