એમેઝોન યુકેને ગણેશજીના ચિત્રવાળા કાર્ડ પાછા ખેંચવા માંગણી

0
1057

રોષે ભરાયેલા હિન્દુઓએ એમેઝોન યુકેને તાત્કાલિક હિંદુ દેવ ગણેશજીની છબીઓવાળા પ્લેકાર્ડ ડેક પાછા ખેંચવા વિનંતી કરી માફી માંગવા જણાવ્યુ છે.

ભગવાન ગણેશ હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય છે અને તેમની તસવીરનો ઉપયોગ જુગારના પત્તાની રમતના કાર્ડ પર કરવામાં આવે તે જરા પણ યોગ્ય નથી. હિન્દુ દેવ-દેવીઓ અથવા પ્રતીકોનો અયોગ્ય ઉપયોગ હિન્દોની આસ્થાને ઠેસ પહોંચાડે છે.

યુનિવર્સલ સોસાયટી ઑફ હિન્દુ રીલીજીયનના પ્રમુખ રાજન ઝેડે એમેઝોન યુકેના કન્ટ્રી મેનેજર ડગ ગરને ઔપચારિક માફી માંગવા વિનંતી કરી છે. વાંધાજનક “ગણેશ પ્લેઇંગ કાર્ડ ડેક” £7.68માં અને “એલિફન્ટ હેડ ગોડ લોર્ડ ગણેશ પ્લેઇંગ કાર્ડ્સ ડેક” £16માં વેચાઇ રહ્યા છે.