બ્રિટનના ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ બેંગલુરુના જયનગરમાં રાઘવેન્દ્ર સ્વામી મઠમાં પૂજા અર્ચના કરી હતી. આ દંપતીની સાથે સુનકના સસરા અને ઇન્ફોસિસના સહ-સ્થાપક એન આર નારાયણ મૂર્તિ તથા રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિ પણ હતાં.
ગુરુ રાઘવેન્દ્ર સ્વામીના આશીર્વાદ માંગતા દંપતીના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળ્યાં હતા. તેઓએ મંગળવારે તેમની મુલાકાત દરમિયાન મંદિરની પરંપરાગત વિધિઓમાં પણ ભાગ લીધો હતો.