આશરે એક મહિનાની ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો શનિવાર, 29 માર્ચે પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે આશરે 3,000 ભક્તાઓ પરિક્રમમાં ભાગ લીધો હતો. વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી આશરે 6 કિમી સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે.

27 એપ્રિલ સુધી એક મહિના સુધી યોજનારી પરિક્રમમાં દેશભરમાંથી ભક્તો આવતા હોય છે. નર્મદા નદીની પરિક્રમા રામપુરા ગામના કીડી મકોડી ઘાટથી શરુ થાય છે. ત્યારબાદ આગળ વધતાં તિલકવાડા પાસે નદીના કિનારાની જગ્યાએથી નાવડીમાં બેસી નદી પાર કરી સામે કિનારે જઈ પાછું નાવડીમાં આવવાનું હોય છે.

સંત સાંવરિયા મહારાજ, સાધુસંતોએ પુષ્પ અર્પણ અને દીપ પ્રાગટ્ય કરીને યાત્રાનો શુભારંભ કર્યો હતો.પરિક્રમાને પગલે જિલ્લા વહીવટીતંત્રએ ટેન્ટ અને રેલિંગની વ્યવસ્થા કરી હતી. પરિક્રમાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત કરીને આકસ્મિત સ્થિતિને લઈને સ્પીડ બોટ્સ પણ તૈનાત કરાઈ હતી.

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલા છે. આ તમામ ઘાટ પર મંડપો, ખુરશી, બેરીકેડિંગ, લાઇટિંગ, ટૉયલેટ બ્લૉક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ માટે મંડપ, પીવાના પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા, ચેતવણી બોર્ડ, ડી. જી. સેટ વગેરેની સુવિધા ઊભી કરાઈ હતી.

 

LEAVE A REPLY