ઇન્ડિયન ડાયસ્પોરાના સભ્યો દ્વારા પાકિસ્તાનમાં લઘુમતીઓ પરના જુલ્મ સામે અવાજ ઉઠાવી બળજબરીથી ધર્માઁતરણ કરી લગ્ન કરાવાયેલ 14 વર્ષની મહેંક કુમારીને ન્યાય અપાવવા અને મલાલા યુસુફઝઇની જેમ મહેંકને પણ યુકેમાં શરણાર્થીનો દરજ્જો અપાવવા સોમવારે યુનાઇટેડ નેશન્સ હાઇકમિશ્નર ફોર રેફ્યુજીની કચેરી સામે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
આ અગાઉ પાકિસ્તાન હાઇકમિશન સામે પણ બે વખત આ બાબતે વિરોધ વ્યક્ત કરાયો હતો.
પાકિસ્તાનમાં લઘુમતીઓનુ બળજબરીથી ઘર્માંતરણ કરાવવાના અને સગીર વયની યુવતીઓના બળજબરીથી લગ્ન કરાવવાના બનાવો અંગે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું ધ્યાન દોરી પાકિસ્તાનમાં માનવાધિકારના ઉલ્લંઘન અંગે જાગૃતી લાવવા પ્રયાસ કરાઇ રહ્યા છે.