ઈસ્ટર્ન આઈ પ્રોપર્ટી એવોર્ડ્ઝના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં

જયમિન સોલંકીએ જણાવ્યું હતું કે ‘’એશિયન મીડિયા ગ્રૂપ વતી તમારું સ્વાગત કરવું એ મારા માટે ખૂબ જ ગૌરવ અને સન્માનની વાત છે. આજની રાત એ સમગ્ર પ્રોપર્ટી સેક્ટરમાં શ્રેષ્ઠતા, નવીનતા અને વિવિધતાની ઉજવણીની છે. અર્થતંત્ર માટે પ્રોપર્ટી સેક્ટરનું મહત્વ આપણે બધા જાણીએ છીએ અને તે એશિયન સમુદાયની સફળતાને પણ આધાર આપે છે. એશિયન મીડિયા ગ્રુપમાં અમે મારા દાદા દાદી રમણીકલાલ અને પાર્વતીબેન સોલંકી 1968માં અમારી શરૂઆતથી જ લોકોને એકસાથે લાવીએ છીએ અને વિવિધતા અને સફળતાની ઉજવણી કરીએ છીએ. મારા દાદા ગુજરાતી ભાષાના મહાન પત્રકારોમાંના એક હતા અને તેમના પ્રથમ પ્રકાશન ગરવી ગુજરાતની સફળતાએ તેમને વોટરલૂ/સાઉથબેંક વિસ્તારમાં 17,000 ચોરસ ફૂટની બિલ્ડીંગ ખરીદવા પ્રેર્યા હતા, જેને અમે મેનેજ્ડ ઓફિસમાં રૂપાંતરિત કરી છે.’’

જયમિને જણાવ્યું હતું કે ‘’અમે અમારી ફેમિલી ઑફિસ દ્વારા આ તકને સ્કેલ કરી રહ્યાં છીએ અને તાજેતરમાં જ મોરગેટમાં એક બિલ્ડિંગ હસ્તગત કરી છે. અમારા મીડિયા ઓપરેશન્સ દ્વારા અમે 2 મિલિયનથી વધુ વાચકો સુધી પહોંચીએ છીએ અને 35 વર્ષથી એશિયન ટ્રેડર એવોર્ડ્સ દ્વારા કન્વીનીયન્સ રિટેલિંગમાં સફળતાને ઓળખી તેની ઉજવણી કરીએ છીએ. અમે ફાર્મા સેક્ટરવા ફાર્મસી બિઝનેસ એવોર્ડ્સનું અને એશિયન બિઝનેસ એવોર્ડ્સ દ્વારા બિઝનેસ સમુદાયની સરાહના કરવા ઉપરાંત એશિયન રિચ લિસ્ટ પણ લોન્ચ કરીએ છીએ. થોડા મહિના પહેલા GG2 લીડરશિપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સનું આયોજન કર્યું હતું ત્યારે વડાપ્રધાન ઋષિ સુનક અમારા મુખ્ય અતિથિ બન્યા હતા. આ ઉપરાંત અમે કોન્ફરન્સીસ અને એવોર્ડ સમારોહનું આયોજન કરીએ છીએ.’’

જયમિને જણાવ્યું હતું કે ‘’ઇન્ક્લુસિવ સોસાયટીના નિર્માણ માટે ડાઇવર્સીટી નિર્ણાયક છે અને સંસ્થાની નવીનતા અને અનુકૂલન કરવાની ક્ષમતા માટે મહત્વપૂર્ણ છે. તે સંસ્થાઓના વિકાસ અને સમૃદ્ધિ માટે જરૂરી છે કારણ કે દ્રષ્ટિકોણ, અનુભવો, સંસ્કૃતિઓ, જાતિઓ અને વયની વિવિધતા અસંખ્ય લાભો મેળવે છે. આ સાંજ આપણા સમાજના આ બે મહત્વના સ્તંભોની પરાકાષ્ઠા છે – ડાઇવર્સીટી અને પ્રોપર્ટી. પ્રોપર્ટી માર્કેટ એ સમગ્ર યુકેના અર્થતંત્રનો પાયો છે. તે 12 મિલિયન લોકોને રોજગાર આપે છે. તે ફોરેન કેપિટલ અને પ્રોપર્ટી માટેનું મુખ્ય સ્થળ છે જે ઉદ્યોગ અને બિઝનેસીસને આધાર આપે છે. આ સાંજ વિવિધતાની સકારાત્મકતા અને વંશીય સમુદાયોએ આ ક્ષેત્રમાં આપેલા યોગદાનની ઉજવણી વિશે છે.’’

જયમિન સોલંકીએ કહ્યું હતું કે ‘’આ સેક્ટરમાં વિદેશી મૂડી આવી રહી છે અને બ્રિટિશ એશિયનો સીમાચિહ્નરૂપ પ્રોપર્ટીઝ ખરીદે છે ત્યારે મોટા બ્રોકર્સ, ફાઇનાન્સર્સ અને સંબંધિત બિઝનેસીસ માટે તેઓ જે ગ્રાહક સાથે વ્યવહાર કરી રહ્યાં છે અને તેમની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને સમજે છે તે વધુને વધુ મહત્વપૂર્ણ બની જાય છે. લંડનના કેટલાક અગ્રણી ડેવલપર્સ અને હોટેલીયર્સ એશિયન છે. ઓલ્ડ વોર ઓફિસ અને રેફલ્સ હિન્દુજા પરિવારની માલિકીની અને વિકસિત છે. એડમિરલ્ટી આર્ક રૂબેન ભાઈઓ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. જસ્મિન્દર સિંઘ દ્વારા સંચાલિત એડવર્ડિયન ગ્રૂપે આ વર્ષની શરૂઆતમાં તેમની લંડનની 10 હોટેલ્સ £800 મિલિયનમાં વેચી હતી. M25ની અંદરના તમામ કન્વીનીયન્સ સ્ટોર્સમાંથી 95% અને 60%થી વધુ ફાર્મસીઓ એશિયન સમુદાયની માલિકીની છે. સપ્લાય ચેઇનમાં કેટલીક મુખ્ય સંસ્થાઓ બેસ્ટવે ગ્રુપ જેવી વિશાળ મિલકતના માલિકો છે.’’

જયમિન સોલંકીએ કહ્યું હતું કે ‘’અમને અમારા હેડલાઇન સ્પોન્સર સુમિક્સ અને સહ-સ્થાપક અમિત ભાટિયા સાથે સંકળાયેલા હોવાનો ગર્વ છે જેઓ આ ક્ષેત્રમાં અગ્રણી રોકાણકાર રહ્યા છે. સુમિક્સે વાઇબ્રન્ટ સમુદાયો બનાવવા માટે પોસાય તેવા સસ્ટેઇનેબલ મકાનો સાથે આપણા શહેરોને રીજનરેટ કરવા માટે ઉમદા કાર્ય કર્યું છે. સમુદાય અને સસ્ટેઇનીબીલીટી એ સુમિક્સના અભિગમના મૂળમાં છે અને તેમણે હજારો નવા ઘરો અને વિદ્યાર્થીઓના આવાસ બનાવવામાં મદદ કરી છે. આવાસની સતત વધતી માંગને પહોંચી વળવામાં ખાનગી ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. યુકેમાં 4.3 મિલિયન ઘરોની અછત છે અને સ્થાનિક ઓથોરિટી હાઉસિંગ લિસ્ટમાં 1.2 મિલિયન લોકો છે. આ અછત માત્ર મોટી માનવીય કિંમત જ નથી, પરંતુ તે આર્થિક વિકાસને પણ અવરોધે છે. તેથી તે મહત્વપૂર્ણ છે કે નવી સરકાર આપણી અમલદારશાહી ધરાવતી પ્લાનિંગ સીસ્ટમની જટિલતાને ઉકેલવા માટે તમામ સ્ટેકહોલ્ડર્સને સામેલ કરે અને સાંભળે સરકારે એવી સીસ્ટમ ઘડી કાઢવી જોઈએ જે બિઝનેસીસને હાઉસિંગ માર્કેટમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે અને પ્રોત્સાહન આપે.’’

જયમિને કહ્યું હતું કે ‘’હું અમિત ભાટિયાના અમૂલ્ય સહયોગ માટે, રોહીન શાહને તેમના માર્ગદર્શન માટે અને ભાવેશ રાડિયાનો આ ઇવેન્ટ બનાવવામાં મદદ કરવા બદલ આભાર માની બધા નોમિનેટેડ અને વિજેતાઓને અભિનંદન આપવા માંગુ છું.’’

LEAVE A REPLY